Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સિટિઝનશીપ બિલને પણ કેબિનેટે લીલીઝંડી આપી

ડેટા પ્રોટેક્શન બિલ પણ મંજુર

નવીદિલ્હી, તા. ૧૫ : કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે સિટીઝનશીપ બિલને લીલીઝંડી આપવામાં આવી હતી. તેને હવે ટૂંકમાં જ સંસદમાં રજૂ કરાશે. બીજી બાજુ ડેટા પ્રોટેક્શન બિલને પમ મંજુરી અપાઈ હતી. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લોકસભા અને રાજ્ય વિધાનસભામાં બીજા ૧૦ વર્ષ માટે એસસી અને એસટી રિઝર્વેશનને પણ લીલીઝંડી આપવામાં આવી હતી. આ ઉપરાંત કેબિનેટની બેઠકમાં અન્ય નિર્ણય પણ લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે કેબિનેટે ડેટા પ્રોટેક્શન બિલને પણ મંજુરી આપી દીધી છે. આની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. આની સાથે જ હવે સંસદમાં તેને રજૂ કરવામાં આવી શકે છે.

              પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, કેન્દ્રીય કેબિનેટમાં આને મંજુરી આપવામાં આવી છે. આની સાથે જ શિયાળુ સત્રમાં આને રજૂ કરી શકાશે. ડેટા પ્રોટેક્શન કઇ રીતે થશે તે વિષય ઉપર આમા મહત્વ આપવામાં આવ્યું છે. આના પર ઘણા સમયથી કામ ચાલી રહ્યું હતું. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આજે અન્ય નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા જેના ભાગરુપે સિટિઝનશીપ બિલને મંજુરી આપવામાં આવી હતી. કેબિનેટે આને મંજુરી આપ્યા બાદ આ બિલ સંસદમાં ટૂંકમાં જ રજૂ કરાશે. કેબિનેટે આજે ડ્રાફ્ટ લોને મંજુરી આપી દીધી હતી જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનમાંથી બિન મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાની માંગ કરવામાં આવી છે. કેબિનેટની બેઠક બાદ પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, સરકારે દરેક વ્યક્તિના હિતોની નોંધ લીધી છે.  લોકસભામાં આ ડ્રાફ્ટ બિલ પાસ થઇ જાય તેમ માનવામાં આવે છે. કારણ કે ભાજપ બહુમતિ ધરાવે છે પરંતુ રાજ્યસભામાં મુશ્કેલી નડી શકે છે.

             જો કે, બીજેડી, ટીઆરએસ, વાયએસઆર કોંગ્રેસનો ટેકો મળી શકે છે. સરકાર આગામી બે દિવસમાં આ બિલને રજૂ કરવાની યોજના ધરાવે છે. કોંગ્રેસ, ટીએમસી જેવા પક્ષો દ્વારા અગાઉ વિરોધ કરવામાં આવી ચુક્યો છે. સિટિઝનશીપ બિલને લઇને ભારે હોબાળો રહ્યો છે. મોદી સરકારે ગયા વર્ષે અગાઉની અવધિમાં સંસદમાં આ બિલ રજૂ કર્યું હતું. લોકસભામાં બિલ પાસ પણ થયું હતું પરંતુ રાજ્યસભામાં અડચણો ઉભી થઇ હતી. હવે આ વખતે તેને સમસ્યા નડે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. એસસી-એસટી રિઝર્વેશનને મંજુરી આપવામાં આવી છે. લોકસભા અને વિધાનસભામાં આ કેટેગરી માટે રિઝર્વેશનની અવધિ ૨૫મી જાન્યુઆરી ૨૦૨૦ના દિવસે પૂર્ણ થઇ રહી છે. આ સત્રમાં જ રિઝર્વેશનને લંબાવવા સરકાર બિલ લાવશે.

(7:44 pm IST)