Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સરકારનો 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો કોઈ ઈરાદો નથી :રાજ્યસભામાં મોટો ખુલાસો

શું સરકાર તબક્કાવાર રીતે 2000 રૂપિયાની નોટ બંધ કરશે ?

નવી દિલ્હી : સરકારનો 2000 રૂપિયાની નોટ બંધ કરવાનો કોઈ ઈરાદો નથી નાણાકીય અને કોર્પોરેટ મામલાના રાજ્યમંત્રી અનુરાગ સિંહ ઠાકુરે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, સરકારની 2000 રૂપિયાની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી.
  અત્રે ઉલ્લેખનીય છે કે, તેમને પુછવામાં આવ્યું હતું કે, શું સરકાર તબક્કાવાર રીતે 2000 રૂપિયાની નોટ બંધ કરવા જઈ રહી છે, અનુરાગ ઠાકુરે આ મુદ્દે જવાબ આપ્યો હતો

  મોદી સરકારે 8 નવેમ્બર 2016ને નોટબંધીનો નિર્ણય કરતા 500 રૂપિયા અને 1000 રૂપિયાની જુની નોટોને ચલણમાંથી બહાર કરી દીધી હતી. જ્યારે 500 અને 2000 રૂપિયાની નોટો નવી જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.
   રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાના વાર્ષિક રીપોર્ટના આધાર પર મંત્રીએ કહ્યું કે, 31 માર્ચ 2019 સુધી 2000 રૂપિયાની નોટોનું સર્ક્યુલેશન 31.18 ટકા છે. કુલ નોટોનું સર્ક્યુલેશન વેલ્યુ 21,109 અબજ રૂપિયા છે. અને તેમાં 2000 રૂપિયાની નોટોના ચલણની વેલ્યુ 6582 અબજ રૂપિયા છે. નોટોની કુલ સર્ક્યુલેશનના 31.18 ટકા નોટ 2000 રૂપિયાની - રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના વાર્ષિક રિપોર્ટના આધાર પર મંત્રીએ કહ્યું કે, 31 માર્ચ 2019 સુધી 2000 રૂપિયાની નોટોનું સરક્યુલેશન કુલ નોટોના સરક્યુલેશનના 31.18 ટકા છે. કુલ નોટોનું સર્ક્યુલેશન વેલ્યુ 21,109 અબજ રૂપિયા છે અને તેમાં 2000 રૂપિયાની નોટોના ચલણની વેલ્યુ 6582 અબજ રૂપિયા છે.

(7:06 pm IST)