Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

અયોધ્યામાં મસ્જીદ હતી, છે અને રહેશે

હવે ઔવેસીના ભાઇ અકબરૂદીને વિવાદ છેડયો

લખનૌઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે મહત્ત્વનો નિર્ણય લઈ લીધો છે. કોર્ટના નિર્ણય પર મુસ્લિમ પક્ષકાર એમ સિદ્દીકીએ રિવ્યૂ પીટિશન દાખલ પણ કરી લીધી છે અને હવે ટૂંક સમયમાં ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ પણ રિવ્યૂ પીટિશન દાખલ કરશે. તેની વચ્ચે AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું, આ એક હકીકત છે. ભલે ત્યાં કાંઈ પણ બને. ત્યાં મસ્જિદ હતી, છે અને રહેશે.

અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચૂકાદા અંગે પહેલા જ AIMIM અધ્યક્ષ ઓવૌસીએ સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ બધાથી સર્વોપરી છે પણ તેમનાથી ભૂલ થઈ છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડની જેમ તે પણ આ નિર્ણયથી ખુશ નથી.ઓવૈસીએ અયોધ્યા નિર્ણયને તથ્યોના આધારે આસ્થાની જીત કહી હતી. તેણે કહ્યું હતું કે, કોર્ટના આ ચૂકાદા પછી સંઘ પરિવાર દ્યણી અન્ય મસ્જિદોના મામલે તેનો ઉપયોગ કરી શકે છે. જેમના પર તેમના દાવા છે. સંદ્યની લિસ્ટમાં મથુરા, કાશી અને લખનઉની મસ્જિદો સામેલ છે.  

(3:41 pm IST)