Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

મોદી સરકારનો મહત્વનો નિર્ણય

પર્સનલ ડેટા ચોરવો કે વેંચવો ક્રાઇમ

નવી દિલ્હી,તા.૪: કેન્દ્ર સરકારે સામાન્ય માણસની પ્રાઇવેસી અંગે મોટો નિર્ણય કર્યો છે. કેબિનેટની બેઠકમાં કેન્દ્ર સરકારે પ્રાઇવેટ ડેટા સંસરક્ષણ વિધેયક ૨૦૧૮ને મંજુરી આપી દીધી છે. હવે જો કોઇ કંપની સાઇટ અથવા એપ તમારો ડેટા ચોરી કરે છે તો તેના પર ભારે દંડ લાગશે.કેન્દ્રીમંત્રી પ્રકાશ જાવડેકરે આ અંગેની જાણકારી આપી.

આ ખરડામાં પ્રાઇવેટ ડેટાના સંચાલનના સંબંધે માળખું તૈયાર કરવાની વાત કહેવામાં આવી છે. જેમાં સાર્વજનિક તેમજ પ્રાઇવેટ સંસ્થાના આંકડા સામેલ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેન્દ્રીય મંત્રી મંડળની બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી . હવે આ વિધેયકને શિયાળુ સત્રમાં રજુ કરાશે.

આ ખરડામાં પ્રાઇવેટ ડેટા પ્રાપ્ત કરવા ભંડારણ અને એકત્ર કરવા વિશે વ્યાપક સુચનો હોવાની સાથે વ્યકિતની સંમતિ દંડ, વળતર, આચાર સંહિતા અને તેને લાગુ કરવાના મોડલનો પણ ઉલ્લેખ હશે. ગયા સપ્તાહે સુચના તેમજ પ્રોદ્યોગિક મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે સરકાર સંસદમાં પ્રાઇવેટ ડેટાના સંરક્ષણ વિશે એક સંતુલિત ખરડો રજુ કરશે.

(3:38 pm IST)