Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સાહિત્યનો 'નોબેલ' એવોર્ડ ફરી વિવાદમાં

બનાવાયેલ કમીટીમાંથી બે સભ્યોના રાજીનામાઃ બળાત્કારનો મામલો ગરમાયો

સ્ટોક હોમ (સ્વીડન) તા. ૪ :.. નોબેલ એવોર્ડ ફરી વિવાદમાં આવી ગયો છે, આ એવોર્ડમાં સુધારા માટે બનાવાયેલ કમીટીમાંથી બે સભ્યોએ રાજીનામા આપી દીધા છે, આમાંથી એક સભ્યે એવો દાવો કર્યો છે કે, સ્વીડિશ એકેડમીની સંસ્કૃતિ બદલવામાં લાંબો સમય લાગી રહ્યો છે.

રાજીનામા આપનાર ક્રિસ્ટોફર લિએંડર અને સાહિત્યક-પત્રકાર ગન-બ્રિટ સુંદર સ્ટ્રમનો સમાવેશ થાય છે.

સ્વીડીશ એકેડેમીએ એક યોજન કાંડને કારણે ર૦૧૮ માં સાહિત્ય નોબલ પુરસ્કારની જાહેરાત નહોતી કરી.

એકેડેમીની સભ્ય કેટરીના ફોસ્ટેશનના પતિ જયાં કલા અરનાની વિરૂધ્ધ યોન કાંડના આરોપો સંદર્ભે ગયા વર્ષે સાહિત્ય એવોર્ડ સ્થગીત કરી દેવાયો હતો.

બળાત્કારના આરોપમાં ગુન્હેગાર ઠરાવ્યા બાદ કેટરીનાના પતિને બે વર્ષની જેલ પડી હતી.

એવોર્ડ  પ્રદાન કરનાર કમીટીના સુત્રોના જણાવ્યા પ્રમાણે સભ્ય કેટરીનાને હટાવ્યા પછી સભ્યો વચ્ચે ઘષર્ણ થતા અને નોબેલ વિજેતાઓના નામ લીક થતા આખો સમારંભ વિવાદમાં અવી ગયો હતો.

'રાજીનામુ આપનાર ક્રિસ્ટોફર લિએંડરે જણાવ્યું હતું કે મારી પાસે ન તો ધીરજ છે, અને કામગીરીના પરિણામની હું રાહ પણ ન જોઇ શકું.'

આ વર્ષે સાહિત્યનું નોબલ પુરસ્કાર બે વ્યકિતને અપાયું હતું, જેમાં ઓલ્ગા ટોકાચૂર્કને ર૦૧૮ ના વર્ષ માટે તો પીટર હેંડકાને ર૦૧૯ માટે અપાયું હતું.

અત્રે એ નોંધનીય છે કે તમામ એવોર્ડ વિજેતાઓને ૯૦ લાખ સ્વીડીશ ક્રોનર (૬.૭૮ કરોડ રૂપીયા) અને મેડલ તથા ડિપ્લોમા અપાય છે.

(12:54 pm IST)