Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

નાગરિકતા સંસોધન ખરડાને મંજુરી

કેબિનેટે આપી ૬ બિલને મંજુરીઃ આ બિલને સંસદના વર્તમાન સત્રમાં કરાશે રજ

નવી દિલ્હી,તા.૪:આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં નાગરીકતા સુધારા ખરડાને મંજુરી આપવામાં આવી હતી. એ પહેલાં ગૃહપ્રધાન અમિત શાહ ઈશાન પ્રદેશના રાજકીય નેતાઓ અને સંગઠનોના અગ્રણીઓને મળ્યા હતા.

 વિવાદાસ્પદ નાગરિકતા ખરડા ઉપરાંત કેબીનેટે પર્સનલ ડેટા પ્રોટેકશન બિલ અને ઈન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી કોડમાં વધુ સુધારાને પણ મંજુરી આપી હતી.

માઈનસ એન્ડ મિનરલ્સ (ડેવલપમેન્ટ એન્ડ રેગ્યુલેશન) એકટ તથા કંપનીસ એકટમાં સુધારાને પણ કેબીનેટે બહાલી આપી હતી. નરેન્દ્ર મોદી સરકાર આ તમામ ખરડાઓને ૧૩ ડિસેમ્બરે સંસદનું શિયાળુ સત્ર પુરું થાય એ પહેલાં પસાર કરાવવા માંગે છે. શાહે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ (સીએબી) બાબતે આસામના વિદ્યાર્થી સંગઠનો અને સિવિલ સોસાયટી જૂથો સાથે ચર્ચાવિચારરા કરી હતી.

દેશભરમાં હાલ નાગરિકતા સંશોધન બિલને લઇ સતત ચર્ચા ચાલી રહી છે. કેબિનેટની મીટિંગમાં આ બિલને મંજૂરી મળી ગઇ છે. હવે તેને ગૃહમાં ગુરૂવારે કે પછી આવતા સપ્તાહે ગૃહમંત્રી અમિત શાહની તરફથી રજૂ કરી શકાય છે. જયાં એક બાજુ સરકાર આ બિલને દેશમાંથી દ્યૂસણખોરોને બહાર કાઢવાની પદ્ઘતિ બતાવી રહ્યું છે.

દેશમાં ગેરકાયદે દ્યૂસણખોરીનો મામલો દ્યણા સમયથી ચર્ચાનો વિષય છે. દ્યૂસણખોરોને દેશમાંથી બહાર કરવાની દિશામાં સૌથી પહેલાં અસમમાં એનઆરસી એટલે નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ પર કામ થયું, પરંતુ એનઆરસીને લઇ એવો વિવાદ થયો કે મોટી મોટી સંખ્યામાં એવા લોકોને પણ નાગરિકાતની યાદીમાંથી બહાર રખાયા છે જે દેશના અસલ રહેવાસી છે. આ સમસ્યાના સમાધાન માટે કેન્દ્ર સરકાર શિયાળુ સત્રમાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કરશે. આ બિલને લઇ પણ વિવાદ છે. એવામાં એ પણ જાણવું જરૂરી છે કે શું જોગવાઇ છે અને કંઇ વાતોને લઇ વિવાદ છે.

નાગરિક સંશોધન બિલની અંતર્ગત ૧૯૫૫ના સિટિજનશિપ એકટમાં ફેરફારનો પ્રસ્તાવ છે. તેના અંતર્ગત પાકિસ્તાન, બાંગ્લાદેશ, અને અફદ્યાનિસ્તાનથી આવીને ભારતમાં વસતા હિન્દુ, શિખ, બૌદ્ઘ, જૈન, પારસી અને ઇસાઇ શરણાર્થીઓને નાગરિકતા આપવાનો પ્રસ્તાવ છે. આ સમુદાયોના એ લોકોને નાગરિકતા અપાશે જે છેલ્લાં એક વર્ષથી લઇ ૬ વર્ષ સુધીમાં ભારત આવીને વસે છે. હાલ ભારતની નાગરિકતા પ્રાપ્ત કરવા માટે આ સમયગાળો ૧૧ વર્ષનો છે. આ બધાની વચ્ચે અસમ અને ત્રિપુરા સહિત પૂર્વોત્ત્।ર રાજયમાં આ બિલના વિરોધને રોકવા માટે પણ સરકાર કેટલાંક ઉપાયો પર વિચાર કરી રહ્યું છે. પૂર્વોત્ત્।ર રાજયોમાં એ કહીને આ બિલનો વિરોધ કરાઇ રહ્યો છે કે તેનાથી મૂળ નિવાસીઓની સંખ્યામાં દ્યટાડો આવશે અને વસતીનું સંતુલન બગડશે. તેના પર ગૃહમંત્રી અમિત શાહે અરૂણાચલ પ્રદેશ, મિરોઝમ અને નાગાલેન્ડમાં ઇનર લાઇન પરમિટ યથાવત રાખી અને અસમ, મેદ્યાલય, ત્રિપુરા અને મિઝોરમમાં પણ જૂના નિયમોની અંતર્ગત મૂળ રહેવાસીઓના સંરક્ષણને વિશ્વાસ અપાવ્યો છે.

આ ખરડાનો કોંગ્રેસ, તૃણમુલ કોંગ્રેસ, માર્કસવાદી સામ્યવાદી અને અન્ય કેટલાક રાજકીય પક્ષો વિશેષ કરી રહ્યા છે. તેમના મત મુજબ ધર્મના આધારે નાગરિકતા આપી શકાય નહીં. ગત લોકસભાના વિસર્જન સાથે આ ખરડો પડી ભાંગ્યો હતો.

(3:38 pm IST)