Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

VRS માટે આપી અરજી

૯ર૭૦૦ કર્મચારીઓ BSNL-MTNLને 'રામ-રામ' કરશે

BSNLના ૭૮૩૦૦ તથા MTNLના ૧૪૩૭૮ કર્મચારીઓની અરજી

નવી દિલ્હી, તા. ૪ : સાર્વજિનક ક્ષેત્રની કંપનીઓ ભારત સંચાર નિગમ લીમીટેડ અને મહાનગર ટેલીફોન નિગમ લીમીટેડની સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ (વીઆરએસ) યોજના ગઇકાલે પૂરી થઇ ગઇ. અધિકારીઓ અનુસાર, બંન્ને કંપનીઓના કુલ ૯ર૭૦૦ કર્મચારીઓએ વીઆરએસ માટે અરજીક રી છે. જેમાંથી બીએસએનએલના ૭૮૪૦૦ અને એમટીએનએલના ૧૪૩૭૮ કર્મચારીઓએ અરજી કરી છે.

બીએસએનએલના ચેરમેન અને એમડી પી.કે. પુરવારે જણાવ્યું કે બધા સર્કલોમાંથી મળેલી માહિતી અનુસાર યોજના બંધ થઇ ત્યાં સુધીમાં લગભગ ૭૮૩૦૦ કર્મચારીઓએ અરજીઆપી છે, જે અમારા લક્ષ્યની નજીકનો છે. અમને લગભગ ૮ર૦૦૦ કર્મચારીઓ ઘટવાની આશા રાખી હતી. વીઆરએસની અરજી કરનારા ઉપરાંત ૬૦૦૦ કર્મચારી એવા છે જે રિટાયર થઇ ગયા છે. બીએસએનએલ અને એમટીએનએલએ વીઆરએસ માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩ ડીસેમ્બર રાખી હતી.

એમટીએનએલના ચેરમેન અને એમડી સુનિલકુમારે જણાવ્યું કે, કંપનીના કુલ ૧૪૩૭૮ કર્મચારીઓએ વીઆરએસ માટે અરજી કરી છે. અમારૂ લક્ષ્ય ૧૩૬પ૦ કર્મચારીઓનું હતું. કુમારે કહ્યું કે આનાથી અમારૂ વાર્ષિક પગાર બીલ રર૭ર કરોડથી ઘટીને પ૦૦ કરોડ રૂપિયા થઇ જશે. હવે અમારી પાસે ૪૪૩૦ કર્મચારીઓ રહેશે જે કંપનીને ચલાવવા માટે પૂરતા છે.

જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે બીએસએનએલ અને એમટીએનએલના મર્જરની જાહેરાત કરી છે. ઓકટોબરમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેબીનેટે તેની મંજૂરી આપીહ તી. તેજ વખતે કર્મચારીઓ માટે વીઆરએસ સ્કીમની પણ જાહેરાત કરાઇ હતી. સરકારે ખોટમાં ચાલી રહેલી સર્વાજનિકક્ષેત્રની દૂરસંચાર કંપનીઓ માટે ૬૮૭પ૧ કરોડના રિવાઇવલ પેકેજને મંજૂરી આપી છે.

(11:45 am IST)