Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

છાતી ઉપરના ટેટૂને તબીબો સમજી બેઠા દર્દીની આખરી ઇચ્છા'ને ઓપરેશન નહિ કરતા ઉડી ગયુ 'પ્રાણપંખેરૂ'

અમેરિકાના ફલોરિડાની જૈકશન મેમોરિયલ હોસ્પિટલમાં 'ઉલ્ટી ગંગા' જેવો કિસ્સો : બેભાન હાલતમાં આવેલા ૭૦ વર્ષના વૃધ્ધને શ્વાસ લેવામાં તકલીફ પડતી'તી પણ...

રાજકોટ, તા. ૪ :. ભારત હોય કે પછી વિશ્વના કોઇ પણ ખૂણે...તબીબોની ફરજ બિમાર દર્દીઓને સારવાર આપવાની હોય છે...પરંતુ અવાર-નવાર ઘણી જગ્યાએ કોઇ કારણસર જો તબીબ પોતાની ફરજ ચૂકી જાય તો જરૂર લોકોની ટીકાનો ભોગ બનવુ પડે છે...કાંઇક આવો જ 'ઉલ્ટી ગંગા' સમાન કિસ્સો બન્યો છે અમેરિકાના ફલોરિડા ખાતે.

મોટે ભાગે ડોકટર ઓપરેશન ટેબલ ઉપર આવેલા દર્દીનો જીવ બચાવવાનો પ્રયાસ કરે છે.પણ અમેરિકાના ફલોરિડા ખાતે મિયામીમાં જૈકશન મેમોરિયલ હોસ્પિટલ ખાતે બેભાન અવસ્થામાં પહોંચાડાયેલા આશરે ૭૦ વર્ષની ઉંમરના લાગતા વૃધ્ધને શ્વાસ ેલેવામાં તકલીફ પડતી હોવાથી, એની તુરંત જ સારવાર થવી જરૂરી હતી.પરંતુ તેની છાતી ઉપર દોરાયેલ ટેટુમાં 'ડુ નોટ રેસુસસીટૈટ' એટલે કે પુનઃ જીવીત નથી થવુ.તેવુ લખાયેલુ હોવાથી તબીબોએ પણ ટેટુને દર્દીની આખરી ઇચ્છારૂપ દસ્તાવેજ ગણી સારવાર કરવાનું માંડી વાળતા અંતે દર્દીને જીવ ગુમાવવાનો વખત આવ્યો હતો.કહેવાય છે કે, પ્રથમ ડોકટરોએ તો ટેટુને નજરઅંદાજ કરવાનો વિચાર કર્યો હતો...આ મામલે સબંધિત સલાહકાર સાથે વાતચીત દરમિયાન ટેટુને જ પ્રાથમિકતા આપવાની અપાયેલી સલાહ માની લેવામાં આવી હતી. દરમિયાન સામાજીક કાર્યકર્તાઓ દ્વારા સ્વાસ્થ્ય વિભાગ પાસેથી દર્દીના ડીએનઆર ફોર્મની કોપી મંગાઇ હતી.પુર્નજીવિત ન કરવા (ડીએનઆર) અથવા 'નો કોડ'ને પ્રાકૃૃતિક મોતની મંજુરી પણ કહેવામાં આવે છે ત્યારે તપાસમાં ડોકટરોના નિર્ણયને સાચો ઠેરવાયો છે.

(4:28 pm IST)