Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017


બૃહદ પૂર્ણિમાનું રમ્‍ય આકાશ

ગઇ કાલે વર્ષની આખરી પૂર્ણિમાએ આકાશદર્શનના શોખીનોને વિશિષ્‍ટ અનુભવ કરાવ્‍યો હતો. કારણ કે એ ફકત પૂર્ણિમા (ફુલ મૂન) નહીં પણ બૃહદ પૂર્ણિમા (સુપર મૂન) હતી. સર્વસામાન્‍ય પૂનમના ચંદ્રના કદની સરખામણીમાં ગઇ કાલે ચંદ્રનું કદ ૧૪ ટકા વધારે અને તેજ ૩૦ ટકા વધારે હતું. એક મહિનાના અંતરે નિર્ધારિત ત્રણ બૃહદ પૂર્ણિમાઓમાં આ પ્રથમ પૂનમનાં દર્શનનો ફોટોગ્રાફ મ્‍યાનમારના ઉપ્‍પતસાન્‍તિ પગોડા સાથે લેવામાં આવ્‍યો હતો. આગામી બે બૃહદ પૂર્ણિમાઓ પહેલી જાન્‍યુઆરી અને ૩૧ જાન્‍યુઆરીએ જોવા મળશે. ચંદ્ર અંડાકાર ભ્રમણકક્ષામાં હોય એ ગાળામાં અમુક પૂનમ બૃહદ પૂર્ણિમા બને છે. અંડાકારમાં ભ્રમણને કારણે ચંદ્ર અને પૃથ્‍વી વચ્‍ચેનું અંતર બદલાયા કરે છે. ચંદ્ર કયારેક પૃથ્‍વીથી દૂર અને કયારેક પૃથ્‍વીની નિકટ હોય છે.

 

(5:09 pm IST)