Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

નિર્દોષ બાળકીથી છુટકારા માટે માતાએ તેને ગરમ ફ્રાઇંગ પેન પર બેસાડી

હૈદરાબાદ તા. ૪ : ચાર વર્ષની બાળકીથી છુટકારો મેળવવા માટે તેની માતાએ તેને ગરમાગરમ ફ્રાઇંગ પેન પર બેસાડી દેતાં તે ગંભીર રીતે દાઝી ગઈ હતી, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. પોલીસે આ બાળકીની માતા લલિથા એમ અને તે મહિલાના બીજા પતિ વાય પ્રકાશની ધરપકડ કરી હતી. બંને ૨૫ વર્ષના છે.

આ બાળકી એ મહિલાના પ્રથમ લગ્નથી થયેલી સંતાન છે, એમ પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.આ મહિલા અને તેનો પતિ બંને આંધ્ર પ્રદેશના વતની છે અને છેલ્લાં થોડાં મહિનાઓથી તેઓ અહીંના એસ.આર.નગરમાં આવેલી હોસ્ટેલમાં રસોયણ અને વોચમેન તરીકે કામ કરે છે. આ બનાવ પછી, આ દંપતી બાળકીને લઈને 'ભરોસા'માં ગયા હતા. 'ભરોસા'એ મહિલાઓ અને બાળકો માટેનું સહાય કેન્દ્ર છે ત્યાં જઈને તેમણે એવો દાવો કર્યો હતો કે આ બાળકી તેમને રસ્તામાંથી તરછોડાયેલી હાલતમાં મળી આવી હતી, એમ શહેર સ્થિત બાળકોના અધિકાર માટેની એનજીઓ બલાલા હકુલા સંઘમના માનદ્ પ્રમુખ અચ્યુત રાવે જણાવ્યું હતું.

'જોકે પાછળથી એમ જાણવા મળ્યું હતું કે આ બાળકી પર આ દંપતીએ જુલમ ગુજાર્યો હતો, તેઓ આ બાળકીથી છુટકારો મેળવવા માગતા હતા,' એમ તેમણે જણાવ્યું હતું.(૨૧.૮)

 

(10:01 am IST)