Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

એશિયાની ૫૦૦ શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થામાં ભારતની ૧૧૮ને સ્થાન

કયુએસ એશીયા રેટીંગમાં નેશનલ યુનિવર્સિટી ઓફ સીંગાપુર નંબર-વન

રાજકોટ તા. ૪ : દેશની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓમાં આઇઆઇટી બોમ્બે ટોપ ઉપર આવી છે. કયુએસ એશીયા રેટીંગમાં ટોપ ૨૦૦માં ૨૧, ટોપ ૧૦૦માં ૭, ટોપ ૫૦માં ૨ ભારતીય શૈક્ષણિક સંસ્થાઓએ મેદાન માર્યુ છે.

આઇઆઇટી બોમ્બેને ૪૨ મો આઇઆઇટી દિલ્હીને ૪૫મો રેન્ક મળ્યો છે. ટોપ ૧૦૦માં આઇઆઇટી મદ્રાસને ૫૪ માં સ્થાને અને ઇન્ડિયન ઇન્સ્ટીટયૂટ ઓફ સાયન્સ બેંગ્લોરને ૫૬ મો ક્રમ મળ્યો છે. કુલ ૫૦૦ સંસ્થામાં ભારતની કુલ ૧૧૮ વિશ્વ વિદ્યાલયોએ રેન્ક હાંસલ કર્યો છે.

(2:40 pm IST)