Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

કોવિદ - 19 : ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટની કિંમત 1,700 રૂપિયાથી ઘટાડી 500 રૂપિયા કરવાના રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ સ્ટે : રાજ્ય સરકારે કેરળ હાઈકોર્ટમાં અપીલ કરી : નામદાર કોર્ટે ખાનગી લેબોરેટરી સંચાલકોને નોટિસ આપી ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો

કેરળ : કોવિદ - 19 ટેસ્ટ માટે ખાનગી લેબમાં RT-PCR ટેસ્ટની કિંમત 1,700 રૂપિયાથી ઘટાડી 500 રૂપિયા કરવાના રાજ્ય સરકારના નિર્ણય વિરુદ્ધ 4 ઓક્ટોબરના રોજ, હાઇકોર્ટના સિંગલ-જજે સરકારી આદેશને સ્થગિત રાખ્યો હતો.

જેના અનુસંધાને આજરોજ બુધવારે હાઈકોર્ટના સિંગલ-જજના આદેશ વિરુદ્ધ રાજ્ય સરકારે કેરળ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. આથી ચીફ જસ્ટિસ એસ મણીકુમાર અને જસ્ટિસ શાજી પી ચાલીની ડિવિઝન બેન્ચે અપીલ સ્વીકારી અને પ્રતિવાદીઓને સ્પીડ પોસ્ટ દ્વારા નોટિસ જારી કરી છે.તથા ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો ખાનગી લેબોરેટરી સંચાલકોનો જવાબ માંગ્યો છે.

ત્રણ અઠવાડિયા પછી આ મામલો ફરીથી હાથ ધરવામાં આવશે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(12:00 am IST)