Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

નિફટી ૧૨ હજારની નજીક

શેરબજારમાં રોનકઃ સેન્સેકસે વટાવ્યો ૪૦૦૦૦નો આંક

નવી દિલ્હી,તા.૪:અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એકસચેન્જ (BSE)ના મુખ્ય ઇન્ડેકસ સેન્સેકસ ૧૫૦.૬૨ અંક એટલે કે ૦.૩૮ ટકાના વધારા સાથે ૪૦,૩૧૫.૬૫ના પાર ખૂલ્યું તો નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE)એટલે કે નિફ્ટી ૫૩.૨૦ અંક એટલે કે ૦.૪૫ ટકાના વધારા સાથે ૧૧,૯૪૩.૮૦ને પાર જોવા મળ્યું છે.

આવી રહી મુખ્ય કંપનીની સ્થિતિમોટા શેરોની વાત કરીએ તો સોમવારે ઈન્ફ્રાટેલ, ટાટા સ્ટીલ, વેદાંત લિમિટેડ, જેએસડબ્લ્યુ સ્ટીલ, ભારતી એરટેલ, ગ્રાસીમ, ગેઇલ અને બજાજ ફિન્સવર્સના શેરો લીલી ઝંડી સાથે ખૂલ્યા. હેવીવેઇટ શેરોની વાત કરીએ તો આમાં આઈઓસી, યસ બેન્ક, ઝી લિમિટેડ, ઇન્ફોસીસ, ટાટા મોટર્સ, ઇન્ડસઇન્ડ બેંક, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, બીપીસીએલ, મારુતિનો સમાવેશ થાય છે.ઙ્ગતમે સેકટોરલ ઈન્ડેકસ પર નજર નાખો તો સોમવારે ઓટો, આઇટી અને મીડિયા સિવાયના તમામ ક્ષેત્રો લીલા નિશાન પર ખુલ્યાં. આમાં મેટલ, પીએસયુ બેંક, એફએમસીજી, ફાર્મા અને રીયલ્ટી શામેલ છે.

વહેલી સવારે ૯:૧૦ વાગ્યે શેર માર્કેટ લીલા નિશાન પર હતું. સેન્સેકસ ૧૨૮.૮૨ પોઇન્ટ એટલે કે ૦.૩૨ ટકા વધીને ૪૦,૨૯૩.૮૫ પર બંધ રહ્યો હતો. નિફ્ટી ૩૮.૩૦ પોઇન્ટ એટલે કે ૦.૩૨ ટકા વધ્યા પછી ૧૧,૯૨૮.૯૦ પર હતો.

ડોલરની સામે આજે ૨૬ પૈસાની શરૂઆત થયા બાદ રૂપિયો ૭૦.૫૫ના સપાટીએ ખુલ્યો છે. છેલ્લા કારોબારી દિવસે રૂપિયો ડોલર સામે ૭૦.૮૧ની સપાટીએ બંધ રહ્યો હતો.

શુક્રવારે શેરબજાર સપાટ સ્તરે ખુલ્યું હતું. સેન્સેકસ ૧૬.૬૯ અંક એટલે કે ૦.૦૪ ટકા વધીને ૪૦,૧૪૫.૭૪ પર ખુલ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ૫.૪૫ પોઇન્ટ અથવા ૦.૦૫ ટકાના દ્યટાડા પછી ૧૧,૮૭૨ ના સ્તર પર ખુલ્યો હતો. શુક્રવારે શેર માર્કેટ લીલા નિશાન પર બંધ રહ્યો હતો. સેન્સેકસ ૩૫.૯૮ અંક એટલે કે ૦.૦૯ ટકા વધીને ૪૦,૧૬૫.૦૩ ના સ્તરે બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી ૨૨.૦૫ અંક એટલે કે ૦.૧૯ ટકા વધીને ૧૧,૮૯૯.૫૦ પર બંધ રહ્યો હતો.

(3:42 pm IST)