Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

શાહીન ચક્રવાત ઈરાન અને ઓમાનના દરિયાકાંઠે ત્રાટક્યુ : મૃત્યુઆંક 11 થયો

શાહીન વાવાઝોડાના આગમન બાદ દેશમાં ભારે પવન અને ભારે વરસાદ

નવી દિલ્હી :  શાહીન ચક્રવાત ઈરાન અને ઓમાનના દરિયાકાંઠે ત્રાટક્યા બાદ ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા છે. ઓમાનની નેશનલ કમિટી ફોર ઇમરજન્સી મેનેજમેન્ટે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર જણાવ્યું હતું કે ઓમાનમાં વધુ સાત લોકોના મોત થયા છે. શાહીન વાવાઝોડાના આગમન બાદ દેશમાં ભારે પવન અને ભારે વરસાદ થયો હતો. રવિવારે એક બાળક સહિત ચાર લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે વાવાઝોડાની અસર ઓછી થઈ છે પરંતુ હજુ પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

આ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ઓમાનમાં ભૂસ્ખલનમાં બે લોકોના મોત થયા હતા અને એક બાળક પૂરમાં તણાઈ ગયું હતું. ઓમાનની નેશનલ કમિટી ફોર ઇમરજન્સી મેનેજમેન્ટે જણાવ્યું હતું કે એક બચાવ ટીમે મસ્કત પ્રાંતના રુસેલ ઔદ્યોગિક વિસ્તારમાં ભૂસ્ખલનનો ભોગ બનેલા બે એશિયન કામદારોના મૃતદેહો બહાર કાઢ્યા હતા.

પ્રાંતની રાજધાનીમાં પૂરના કારણે એક બાળકનું મોત થયું હતું અને એક વ્યક્તિ ગુમ હતો, અધિકારીઓએ જણાવ્યું હતું. વાવાઝોડાને કારણે ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી અને શાળાઓ બંધ રાખવાના આદેશ જારી કરવામાં આવ્યા છે. સાંજે વાવાઝોડું ઉત્તરીય ઓમાન કિનારેથી પસાર થતાં પવનની ઝડપ 139 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી હતી. મસ્કતમાં વાહનોના પૈડા પાણીમાં ડૂબી ગયા હતા અને રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો.

(10:31 pm IST)