Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

કુસ્તીબાજ સુશીલ કુમારે જામીન મેળવવા દિલ્હી કોર્ટમાં અરજી કરી : કુમારે યુવાન કુસ્તીબાજોને આપેલી તાલીમના ફળ ટોક્યો ઓલિમ્પિકમાં જોઈ શકાય છે : છત્રપાલ સ્ટેડિયમમાં હત્યા કરવાના આરોપસર 2 જૂન 2021 થી જેલવાસ ભોગવી રહેલા આરોપી શુશીલ કુમારના વકીલની દલીલો : આવતીકાલ મંગળવારે સુનાવણીની શક્યતા

ન્યુદિલ્હી : કુસ્તીબાજ સુશીલ કુમારે જામીન મેળવવા દિલ્હી કોર્ટમાં અરજી કરી છે . કુમારે દલીલ કરી હતી કે કુસ્તી જગતમાં તેમની સિદ્ધિઓ તેમને યુવાન કુસ્તીબાજોને તાલીમ આપવા તરફ દોરી ગઈ હતી અને તેના પરિણામો તાજેતરમાં આયોજિત ટોક્યો ઓલિમ્પિકમાં જોઈ શકાય છે.
કુસ્તીબાજ સુશીલ કુમારે સોમવારે છત્રસાલ સ્ટેડિયમ હુમલો અને હત્યા કેસમાં જામીન મેળવવા દિલ્હી કોર્ટમાં અરજી કરી છે. [સુશીલ કુમાર વિ. રાજ્ય]. કુમારે તેમના વકીલ પ્રદીપ રાણા દ્વારા જણાવ્યું હતું કે તેઓ 2 જૂન, 2021 થી ન્યાયિક કસ્ટડીમાં હતા.

કુસ્તીની રમતમાં અરજદાર/આરોપીની અપવાદરૂપ સિદ્ધિને કારણે, દેશમાં રમતનું સ્તર વધારવા માટે યુવા કુસ્તીબાજોને તાલીમ આપવાની જવાબદારી હતી. અરજદાર/આરોપીના પ્રયત્નોને ફળ મળવાનું શરૂ થયું હતું અને ભારત કુસ્તીમાં પાવર હાઉસ બનવાના માર્ગ પર છે, ટોક્યો ઓલિમ્પિક, 2020 માં કુસ્તી દળ દ્વારા અભૂતપૂર્વ પ્રદર્શન દરેક વ્યક્તિએ જોયું હતું, તેવું તેની જામીન અરજીમાં જણાવ્યું હતું.

ફરિયાદીના જણાવ્યા મુજબ, કુમાર અને અન્ય આરોપીઓ મૃતક સોનુને બંદૂકની અણીએ સ્ટેડિયમમાં લઈ ગયા હતા અને તેને નિર્દયતાથી માર માર્યો હતો. કુમાર અને અન્ય લોકો સામે ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા), 147 (હુલ્લડ) અને 120 બી (ફોજદારી ષડયંત્ર) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:50 pm IST)