Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી મામલે શ્રેયસ નાયરની :NCB એ કરી 9મી ધરપકડ : આર્યનખાનના વોટ્સએપ ચેટથી ખુલાસો : કોડવર્ડમાં કરતો હતો વાતો

શ્રેયસ નાયર, આર્યન ખાન અને અરબાઝ મર્ચેન્ટ ખુબ જ ખાસ મિત્ર: રેવ પાર્ટીમાં જવાનો હતો, પરંતુ કોઇ કારણસર તે જઇ શક્યો નહી

મુંબઈથી ગોવા જઇ રહેલા ક્રૂઝમાં મળેલા ડ્રગ્સ મામલે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી. આર્યન ખાન ખાનની સતત પૂછપરછ ચાલી રહી છે. ત્યારે આજે તમામ આરોપીઓને મુંબઈની કિલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન આર્યન ખાનની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. તેવામાં વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે.

NCBએ શ્રેયસ નાયરની પણ ધરપકડ કરી લીધી છે. ડ્રગ્સ મામલે આ 9મી ધરપકડ છે. NCBએ મોડી રાત્રે આ શખ્સને કસ્ટડીમાં લીધો હતો. શ્રેયસ નાયર, આર્યન ખાન અને અરબાઝ મર્ચેન્ટને ખુબ જ ખાસ મિત્ર ગણાવવામાં આવી રહ્યા છે. શ્રેયસનું નામ આર્યન ખાન અને અરબાઝ મર્ચેન્ટના મોબાઇલ ચેટ્સથી સામે આવ્યું છે. NCB સૂત્રો અનુસાર, શ્રેયસ નાયર પણ રેવ પાર્ટીમાં જવાનો હતો, પરંતુ કોઇ કારણસર તે જઇ શક્યો નહીં

એક ડ્રગ પેડલરને કસ્ટડીમાં લીધો છે. ક્રૂઝ પાર્ટીમાં 25 લોકોને આ પેડલર ડ્રગ્સ ઉપલબ્ધ કરાવતો હતો. તેની ધરપકડ જલ્દીથી NCB બતાવી શકે છે. જણાવાય રહ્યું છે કે, તેમની પાસે MDMA પિલ્સ, MEPHADRONE જેવા ડ્રગ્સ જપ્ત કરાવાયા છે. આ ડ્રગ્સનો ઑર્ડર ડાર્કનેટ પર બિક્વાઇન દ્વારા લેતા હતા. 

કોર્ટમાં સુનાવણી દરમિયાન, એનસીબી તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ખબર પડી છે કે તેણે દવાઓ માટે રોકડ વ્યવહાર કર્યો છે. તેમણે કહ્યું કે આર્યન ખાનની વોટ્સએપ ચેટથી ઘણી માહિતી મળી છે, જેની અમારે તપાસ કરવાની છે.

અનિલ સિંહે કહ્યું કે આર્યન ખાન વોટ્સએપ પર ડ્રગ પેડલર્સ સાથે કોડવર્ડમાં દવાઓ વિશે વાત કરતો હતો. તેમણે કહ્યું કે આર્યન ખાન સિવાય બાકીના આરોપીઓ પણ રેકેટ તરીકે કામ કરતા હતા. આ કેસમાં 5 આરોપીઓની તપાસ ચાલી રહી છે. આ સિવાય 8 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેની તપાસ ચાલી રહી છે. બોમ્બે હાઈકોર્ટના આદેશનો સંદર્ભ આપવામાં આવ્યો હતો, જે જણાવે છે કે એનડીપીએસના તમામ વિભાગો લેબલ નથી.

ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી મામલે બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને સોમવારે રાહત નથી મળી.  સુનાવણી દરમિયાન આર્યન ખાન, અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધમેચાને કોર્ટે 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં રહેવાનો ચુકાદો સંભળાવ્યો છે. મહત્વનું છે કે, NCBએ ત્રણેય આરોપીઓની 11 ઓક્ટોબર સુધી રિમાન્ડ માંગી હતી.

(7:49 pm IST)