Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

સસરાની સંપત્તિ પર જમાઈનો કોઈ કાનૂની અધિકાર નથી : લગ્ન બાદ તેને પરિવારના સભ્ય તરીકે દત્તક લેવામાં આવ્યો હતો તેવી દલીલ શરમજનક : કેરળ હાઇકોર્ટે ખર્ચ સાથે દાવો નામંજૂર કર્યો

કેરળ : તાજેતરમાં કેરળ હાઇકોર્ટે એક ચુકાદામાં જણાવ્યું છે કે જમાઈનો સસરાની સંપત્તિ પર કોઈ કાનૂની અધિકાર નથી . તેમના મકાન અથવા મિલકત પર સાસરિયાના શાંતિપૂર્ણ કબજાને ખલેલ પહોંચાડવાનો કોઈ અધિકાર નથી.

હાઈકોર્ટે અવલોકન કર્યું કે સસરા મિલકત અને મકાન પર ટેક્સ ભરી રહ્યા છે અને તેમાં જ રહે છે. કોર્ટે પ્રતિવાદી પરિવારના સભ્ય છે તેવું માનવું પણ મુશ્કેલ લાગ્યું. પ્રતિવાદી વાદીનો જમાઈ છે. વાદીની પુત્રી સાથેના લગ્ન બાદ તેને પરિવારના સભ્ય તરીકે દત્તક લેવામાં આવ્યો હતો દલીલ નામદાર કોર્ટે શરમજનક ગણાવી હતી.

જમાઈએ દલીલ કરી હતી કે તેણે પ્રતિવાદીની એકમાત્ર પુત્રી સાથે લગ્ન કર્યા છે અને લગ્ન પછીના પરિવારના સભ્ય તરીકે તેને સામાજિક રીતે અપનાવવામાં આવ્યો છે. તેથી, તેણે દલીલ કરી કે તેને તેના સસરાના મકાનમાં રહેવાનો અધિકાર છે.

તેમણે વધુમાં દલીલ કરી હતી કે તેમણે પોતાના નાણાં ખર્ચીને મિલકતમાં વધારો કર્યો છે અને પોતાની પાસે રહેવાની અન્ય કોઈ જગ્યા નથી.
કોર્ટે સસરાના ચરિત્ર સામે લગાવેલા આરોપોને પણ ફગાવી દીધા હતા. કારણ કે ભારતીય પુરાવા અધિનિયમની કલમ 52 એ જોગવાઈ કરે છે કે નાગરિક કેસોમાં વ્યક્તિના ચરિત્રને લગતી હકીકત સંબંધિત નથી.
તેથી, તેણે ખર્ચ સાથે અપીલ ફગાવી દીધી હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:43 pm IST)