Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

દિલ્હી રમખાણો : રાજદ્રોહના કેસમાં ધરપકડ કરાયેલા શરજીલ ઇમામની દિલ્હી કોર્ટમાં દલીલો : હું કોઈ આતંકવાદી નથી કે કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો નથી : માત્ર સામાજિક અને આર્થિક સમાનતાની હિમાયત કરી હતી : મારો કોઈ રાજકીય એજન્ડા નથી : આગામી મુદત 23 ઓક્ટોબરના રોજ

ન્યુદિલ્હી : દિલ્હી રમખાણો મામલે રાજદ્રોહના કેસમાં ધરપકડ કરાયેલા શરજીલ ઇમામના વકીલે દિલ્હી કોર્ટમાં દલીલો કરતા જણાવ્યું હતું કે મારા અસીલ આતંકવાદી નથી કે કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલ નથી

અધિક સત્ર ન્યાયાધીશ અમિતાભ રાવત સમક્ષ ઇમામ વતી હાજર રહેલા એડવોકેટ તનવીર અહમદ મીરે દિલ્હીની કોર્ટ સમક્ષ ફેબ્રુઆરી 2020 ના દિલ્હી રમખાણો સાથે જોડાયેલા રાજદ્રોહના કેસમાં ડિસ્ચાર્જ અને જામીન માટેની અરજીમાં દલીલ કરી હતી કે ઇમામ માત્ર રાજકીય એજન્ડા વગર સામાજિક અને આર્થિક સમાનતાના હિમાયતી હતા.તેમનો કોઇ રાજકીય એજન્ડા નથી.

ષડયંત્ર કેસમાં દિલ્હી પોલીસની ચાર્જશીટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે શાહીન બાગ નાકાબંધીનો ઇમામ "માસ્ટરમાઇન્ડ" હતો. 15 ડિસેમ્બર 2019 ની મોડી બપોરે ઈમામે જામિયાના વિદ્યાર્થી અરશદ વારસી અને તેના સાથીઓની મદદથી શાહીન બાગમાં કાલિંદી કુંજ રોડ 13 નંબરના 24x7 કાયમી રોડ બ્લોક (ચક્કા જામ) શરૂ કર્યાનો પણ આક્ષેપ કર્યો હતો.
વકીલે એવી દલીલ પણ કરી હતી કે પ્રોમાસ્યુશન દ્વારા રાજદ્રોહી તરીકે લેબલ કરાયેલ ઇમામના ભાષણમાં સમાજને એક થવા અને નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) અંગેની સરકારની નીતિનો જવાબ આપવાની હાકલ કરી હતી.

ત્યારબાદ કોર્ટે આ મામલાને સ્પષ્ટતા માટે 23 ઓક્ટોબરના રોજ મુલતવી રાખ્યો હતો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:42 pm IST)