Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

RBI આઠમી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર નહીં કરે

મોંઘવારી પર નિયંત્રણ માટે RBIની નજર

નવી દિલ્હી, તા. : મોંઘવારી પર કાબૂ મેળવવા માટે આરબીઆઈ આગામી સપ્તાહે થનારી દ્વિમાસિક નાણાકીય સમીક્ષામાં સતત આઠમી વાર નીતિગત દરને યથાવત રાખી શકે છે. કેન્દ્રીય બેક્ને છેલ્લીવાર મે ૨૦૨૦માં રેપો રેટને .૪૦ ટકા ઘટાડીને ચાર ટકા કર્યો હતો. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં સદસ્યીય નાણાકીય નીતિ સમિતિની ત્રણ દિવસીય બેઠક ઓક્ટોબરે શરૂ થશે. પરિણામની જાહેરાત ઓક્ટોબર ૨૦૨૧ થશે.

મોર્ગન સ્ટેનલીનુ કહેવુ છે કે આરબીઆઈ આગામી બેઠકમાં વ્યાજ દરને યથાવત રાખવાની સાથે પોતાના નરમ વલણને પણ જારી રાખશે. ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રાહક કિંમત સૂચકાંક આધારિત મોંઘવારી ટકાની આસપાસ રહેશે. એસબીઆઈ ચેરમેન દિનેશ ખારાએ તાજેતરમાં વ્યાજ દરને યથાવત રાખવાનુ અનુમાન વ્યક્ત કર્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે વૃદ્ધિમાં કંઈક સુધાર છે. એવામાં મને લાગે છે કે વ્યાજ દર વધશે નહીં. અર્થશાસ્ત્રી રૂમકી મજૂમદારે કહ્યુ કે આરબીઆઈ પર પોતાના વલણમાં પરિવર્તનનુ દબાણ છે કેમ કે કેટલાક ઓદ્યોગિક દેશમાં નાણાંકીય નીતિના કારણે મોંઘવારી વધી રહી છે. ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એવામાં કેન્દ્રીય બેક્ન નીતિગત દરને યથાવત રાખી શકે છે.

(7:36 pm IST)