Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આઠની ધરપકડ, નશીલા દ્રવ્યોનો મોટો જથ્થો મળ્યો

ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી મામલે એનસીબીના ફરી દરોડા : સમીર વાનખડેની અધ્યક્ષતામાં ૨૦ એનસીબી અધિકારીની ટીમ દ્વારા શિપમાં ક્રુ સાથે પૂછપરછ, શિપમાં હાજર ૧૮૦૦ લોકોની યાદી મેળવી

મુંબઈ, તા. : ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી મામલે નાર્કોટિક્સ વિભાગની ટીમે આજે સોમવારે ફરી ક્રુઝમાં દરોડા પાડ્યા. સવારે થયેલા દરોડામાં એનસીબી ટીમને મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ મળ્યુ. જે બાદ ક્રુઝમાંથી લોકોને પકડવામાં પણ આવ્યા છે. હાલ દરોડા ચાલુ છે અને તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જે ડ્રગ્સ મળ્યુ છે તેને મેફેડ્રોન (મીઓવ મીઓવ) ડ્રગ્સ કહેવામાં આવે છે.

જાણકારી અનુસાર ક્રુઝમાંથી એક બસમાં એનસીબીની અધિકારી કેટલાક લોકોને ધરપકડમાં લઈને નીકળ્યા. સાથે મુંબઈ એનસીબી ઝોનલ હેડ સમીર વાનખેડે પણ અલગ ગાડીમાં હાજર હતા. તમામને એનસીબી ઑફિસ લઈ જવાયા.

અગાઉ જે શખ્સને એનસીબી દ્વારા ધરપકડમાં લેવામાં આવ્યા હતા જેનુ નામ શ્રેયાસ નાયર છે. શ્રેયાસ નાયર આર્યન ખાન અને તેના મિત્ર અરબાઝનું કોમન કોન્ટેક્ટ છે. શ્રેયાસ બંનેને એમડી પિલ્સ સપ્લાય કરતો હતો.

જાણકારી અનુસાર, જોઈન્ટ ડાયરેક્ટર સમીર વાનખડેની અધ્યક્ષતામાં સવારે વાગે ૨૦ અધિકારીની ટીમ શિપમાં ક્રુ સાથે પૂછપરછ કરવા પહોંચ્યા હતા. શિપમાં હાજર તમામ ૧૮૦૦ લોકોની યાદી પ્રાપ્ત કરી લીધી છે. તેના આધારે કેટલાક નામ ફિલ્ટર કરવામાં આવ્યા છે. જેની તપાસમાં દિલ્હી, મુંબઈ સહિત બેંગલુરુ અને ગોવાના કેટલાક વિસ્તારમાં એનસીબી ના દરોડા ચાલુ છે.

મામલે શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનની પણ ધરપકડ કરી હતી. તે એનસીબીના રિમાન્ડ પર છે. હજુ કેટલાય પાસાઓ શોધવાના બાકી છે.

ક્રુઝમાંથી અત્યાર સુધી કુલ લોકોની ધરપકડ કરાઈ છે. તમામ તે ક્રુઝ પર ડ્રગ્સ કંજમ્પશન અને સપ્લાય માટે લાવવામાં આવ્યા હતા. ધરપકડ લોકોમાંથી આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી જેની એક દિવસના પોલીસ રિમાન્ડ મળ્યા હતા જ્યારે અન્ય લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એનસીબી હજુ કાર્યવાહી કરી રહ્યુ છે.કસ્ટડીમાં લેવાની માગ કરી છે. એનસીબીએ પોતાના પક્ષમાં કહ્યુ છે કે જો અમે લોકોની કસ્ટડી ના કરીએ તો વાત સ્પષ્ટ થઈ શકશે નહીં કે ડ્રગ્સ કેવી રીતે તેમની પાસે પહોંચ્યુ. અમે ગઈ વખતે પણ કેટલાક લોકોને પકડ્યા હતા પરંતુ વખતે અલગ-અલગ લોકો છે સૌથી વધારે ચિંતા યુવાનોની છે. લોકોના ડ્રગ લેવાથી સમગ્ર પરિવાર અને સમાજ પ્રભાવિત થાય છે. યુવાઓ માટે લોકો રોલ મોડલ હોય છે જે ઘણી ચિંતાની વાત છે. આરોપીઓના રિમાન્ડની માગ કરતા એનસીબીએ કહ્યું કે આર્યનના ફોનમાં વાંધાજનક સામગ્રીની તસવીર મળી છે. ફોનમાં આંતરરાષ્ટ્રીય માદક પદાર્થોની તસવીર તરફ ઈશારો કરતા પિક્ચર ચેટ લિંકનો પણ ઉલ્લેખ છે.

ડ્રગ્સ કેસમાં આરોપી આર્યન સિવાય અરબાઝ અને મુનમુન સહિત કુલ લોકોની ધરપકડ કરાઈ છે. આમના ફોનમાંથી શંકાસ્પદ ટ્રાન્જેક્શનનો પણ ઉલ્લેખ છે.

 સાથે ડ્રગ્સ ખરીદી માટે કેટલાક કોડ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આર્યન ખાન તરફથી કહેવામાં આવ્યુ છે કે હું ત્યાં એક સ્પેશ્યલ ગેસ્ટ હતો, મારા તમામ સામાન સ્કેન થઈને ગયુ હતુ. મારી પાસેથી જે પણ વાત કહેવામાં આવી છે તેનુ પંચનામુ નથી, મોબાઈલ ફોન તપાસ શરૂ થતા લઈ લેવામાં આવ્યો હતો.

(7:32 pm IST)