Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

નટુકાકાના અંતિમવિધીમાં આસિત મોદી-જેઠાલાલ સહિતના કલાકારોની ઉપસ્‍થિતિઃ શ્રદ્ધાંજલી અર્પણ

કેન્‍સરે ઉથલો માર્યોઃ નટુકાકાના પુત્ર વિકાસ નાયક

મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયરમાં નટુકાકાનું પાત્ર ભજવીને ઘર ઘરમાં જાણીતા બનેલા ઘનશ્યામ નાયકના મુંબઇના કાંદિવલીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ઘનશ્યામ નાયકનું 77 વર્ષની વયે કેન્સરને કારણે નિધન થયુ હતુ. નટુકાકાના અંતિમ સંસ્કારમાં દિલીપ જોશી, અસીત મોદી સહિતના કલાકાર હાજર રહ્યા હતા.

ઘનશ્યામ નાયકના અંતિમ સંસ્કારમાં પ્રોડ્યુસર અસિત મોદી, દિલીપ જોશી, અમિત ભટ્ટ, તન્મય વેકરિયા, મુનમુન દત્તા, ભવ્ય ગાંધી, સમય શાહ, શરદ સાંકલા હાજર રહ્યા હતા.

‘તારક મહેતા’ ફૅમ નટુકાકાનું 77 વર્ષની ઉંમરે નિધન, છેલ્લાં એક વર્ષથી કેન્સર હતું. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફૅમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યાન નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગળામાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા અને ઓપરેશનમાં 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઓપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સો.મીડિયામાં કેન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી.

ઘનશ્યામ નાયકની ઉંમર 76 વર્ષની હોવાથી કિમો માટે દર વખતે નસ પકડવી સહેલી નહોતી, આથી જ ડૉક્ટર્સે તેમના શરીરમાં કેમો પાર્ટ બેસાડવાનું સૂચન કર્યું હતું. આના માટે ઘનશ્યામ નાયકે નાનકડી સર્જરી પણ કરાવી હતી. કેમો પાર્ટ એટલે એક નાની ડબ્બી શરીરમાં ફિટ કરવામાં આવે છે અને કિમોથેરપીના ઈન્જેક્શન આપી શકાય છે.

(4:42 pm IST)