Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

વાયુસેના દ્વારા મલ્‍ટી ટાસ્‍કીંગ-હાઉસ કિપીંગ-લોઅલ ડિવીઝન કારકુન સહિતના હોદ્દાઓ માટે યુવકોની ભરતી કરાશે

28મી સુધી ઓનલાઇન અરજી કરી શકાશે

નવી દિલ્હી: કોરોનાની અસર ગુજરાત અને સમગ્ર દેશમાં થઈ રહી છે. જેના પગલે જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. અને આ સમયમાં ઘણા લોકોની નોકરી પણ છીનવાઈ ગઈ હતી. સાથે જ લોકોના રોજગાર-ધંધા પર માઠી અસર પડી હતી. આ સમયમાં નોકરી શોધતા યુવાનો માટે આ એક સારા સમાચાર આવ્યા છે.

આ રીતે કરી શકાશે અરજી

આ પદ માટે અરજી કરવા માટે તારીખ 27-09-2021 થી તારીખ 28-10-2021 સુધી ઉમેદવાર અરજી કરી શકશે. ઉમેદવાર https://indianairforce.nic.in/ પરથી અરજી કરી શકશે.

લાયકાત

મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ , હાઉસ કીપિંગ સ્ટાફ , લોઅર ડિવિઝન કારકુન સહિતના તમામ પદ માટે અલગ-અલગ લાયકાત ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદા

આ પદ માટે જોડાવવા માટે ઉમેદવારોની વય 18થી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.  તથા કેટેગરીના અનુસાર વયમાં છૂટ આપવામાં આવશે.

(4:36 pm IST)