Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

લખીમપુર હિંસાઃ મૃતકોના પરિવારોને મળશે ૪૫ લાખ અને સરકારી નોકરીઃ યોગી સરકારની જાહેરાત

લખનૌ, તા.૪: લખીમપુર હિંસાને લઈને ખેડૂતો અને વહીવટીતંત્ર વચ્ચે ચાલી રહેલી મંત્રણામાં બંને પક્ષો વચ્ચે સમાધાનના સમાચાર છે. વહીવટીતંત્રે ખેડૂતોની માગ માની લીધી છે. સરકારે જાહેરાત કરી કે લખીમપુર કેસમાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે વાતચીત બાદ સમાધાન થઈ ગયું છે.

સરકારે જાહેરાત કરી હતી કે મૃતકોના પરિવારજનોને ૪૫-૪૫ લાખ રૂપિયા આપવામાં આવશે. ઘાયલોને ૧૦ લાખ આપવામાં આવશે. આ સિવાય મૃતકના આશ્રિતોને નોકરી આપવામાં આવશે. એડીજી પ્રશાંત કુમારે ૮ દિવસમાં ગુનેગારોની ધરપકડ કરવાની ખાતરી આપી છે. કોઈ દોષિતને છોડવામાં આવશે નહીં.

(4:09 pm IST)