Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

પ્રિયંકા, હું જાણું છું કે તું પાછળ હટીશ નહીં

બહેનને પોલીસ કસ્ટડીમાં લેવાયા બાદ રાહુલ ગાંધીનું ટ્વીટ

લખનૌ, તા.૪: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ઉત્તર પ્રદેશ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, જેઓ લખીમપુર ખેરી જતા હતા ત્યારે કથિત રીતે ધરપકડ કરવામાં આવી હતી, તેઓ પાછા નહીં હટે અને ન્યાય માટે લડવાનું ચાલુ રાખશે.

રાહુલે ટ્વિટ કર્યું હતું કે, પ્રિયંકા, હું જાણું છું કે તું પાછળ હટીશ નહીં. તેઓ તમારી હિંમતથી ડરી ગયા છે. ન્યાય માટેની આ અહિંસક લડાઈમાં, આપણે દેશના અન્નદાતાને જીતાડીને રહીશું.

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ સહિત વિવિધ પક્ષોના ઘણા વિપક્ષી નેતાઓ પણ આજે લખીમપુર ખેરીની મુલાકાતે આવવાના છે. બઘેલનો આરોપ છે કે પ્રિયંકા ગાંધી વાડ્રાની હરગાંવમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ધરપકડ સમયે પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિત પરિવારોને મળવા માટે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લા જઈ રહી હતી.

(3:23 pm IST)