Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

વિદેશોમાં અપાર સંપત્તિઃ ભારતમાં પોતાને નાદાર ગણાવ્યાઃ બેંકોને ૮૮,૦૦૦ કરોડનો ચુનો લગાવ્યો

નવી દિલ્હીઃ પેંડોરા પેપર્સમાં એ બાબત સામે આવી છે કે, જેમણે પોતાને ભારતમાં લોન ડિફોલ્ટર્સ ગણાવ્યા છે તેઓની વિદેશોમાં અપાર સંપત્તિ છેઃ તપાસમાં ખુલ્યુ છે કે આવા લોકોએ ભારતીય બેંકોને ૮૮,૦૦૦ કરોડનો ચુનો લગાવ્યો છેઃ જેમાં મુંબઇના રિયલ એસ્ટેટના કેટલાક મોટા માથાઓ પણ છેઃ મુંબઇના એક જ્વેલર્સએ ૧૯ બેંકોને લોન ચૂકવવાના નામે ૫૦૦ કરોડનું દેવાળુ ફૂંકયુ હતું પરંતુ તેમના વિદેશોમાં રોકાણો છેઃ આ ઉપરાંત કોલકત્તામાં પણ એક વેપારી છે જેમને ૭૨૨૦ કરોડની ફેમાની નોટીસ મળી છેઃ તેણે ટ્રાયડન્ટ ટ્રસ્ટ કંપનીના માધ્યમથી બીવીઆઇમાં ઓફશોર કંપનીઓ ખોલી છેઃ આવા અનેક કેસ દસ્તાવેજોમાં છે

(3:14 pm IST)