Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

૩૦ જિલ્લાએ વધારી ભારતની ચિંતા : કોરોના પોઝિટિવિટી રેટ ૧૦ ટકાથી વધારે

હજુ પણ કેટલાક જિલ્લામાં વાયરસનું સંકટ યથાવત : આ ૩૦ જિલ્લામાંથી ૧૩ જિલ્લા એકલા ફકત કેરળના

નવી દિલ્હી તા. ૪ : દેશભરમાં કોરોનાનો કેર ભલે ઓછો થતો નજરે પડી રહ્યો છે પરંતુ હજું પણ કેટલાક જિલ્લામાં વાયરસનું સંકટ યથાવત છે. દેશમાં ઓછામાં ઓછા ૩૦ જિલ્લા એવા છે જયાં કોવિડ ૧૯ પોઝિટિવિટી રેટ ૧૦ ટકા અથવા તેનાથી વધારે છે.  જયારે દેશમાં પોઝિટિવિટી રેટમાં ગત ૫ મહિનામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સંકટની ઘંટડી વગાડી રહેલા આ ૩૦ જિલ્લામાંથી ૧૩ જિલ્લા એકલા ફકત કેરળના છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાથી ખબર પડે છે કે રાષ્ટ્રીય સ્તર પર સતત ૧૩ દિવસ માટે અઠવાડિક પોઝિટિવિટી દર ૩ ટકાથી ઓછો રહ્યો છે. એટલા માટે વિશેષજ્ઞ વધારે જોખમવાળા વિસ્તારમાં ઉપયોગમાં લેવામાં આવનારી રણનીતિઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે.

નામ ન છાપવાની શરત પર એક સ્વાસ્થ્ય વિશેષજ્ઞે કહ્યું કે સ્પષ્ટ રુપથી કંઈક તો ગડબડ છે ત્યારે આટલા પ્રમાણમાં કોરોનાના મામલા સામે આવી રહ્યા છે. ઉદાહરણ માટે અમે ઘણા ટેસ્ટ કરી રહ્યા છીએ પરંતુ એમાંથી ફકત એજ કોન્ટેકટને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે જે હાઈ રિસ્કમાં છે. સ્વાભાવિક છે કે પોઝિટિવિટી તેમનામાં જ વધારે છે. પરંતુ જો અમે પુરતા ટેસ્ટ નથી કરી શકતા તો આપણે અનેક કેસો મિસ કરી રહ્યા છીએ. ખાસ કરીને એસિમ્ટોમેટિક મામલા.

૧૧ રાજયોના અન્ય ૧૮ જિલ્લાથી સપ્તાહિક પોઝિટિવિટી દર ૫ ટકાથી ૧૦ ટકાની વચ્ચે રિપોર્ટ કરાઈ રહ્યો છે. જે ફકત કોવિડ ૧૯ સંક્રમણોના નિર્ણયના ઉચ્ચ દરના સંકેત આપે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યાનુસાર જો કોઈ વિસ્તારમાં સતત બે અઠવાડિયાથી પોઝિટિવિટી રેટ ૫  ટકાની નીચે થાય ત્યારે તે વિસ્તારને નિયંત્રણમાં આવવાની વાત કરી શકાય છે.

કેરળ ઉપરાંત મિઝોરમના આઠ જિલ્લા, મણિપુર અને અરૂણાચલ પ્રદેશમાં ૩-૩, સિક્કિમમાં ૨ અને મેઘાલયમાં કોરોનાનું સંકટ હજું પણ વધેલું છે. જો કે દેશભરમાં સૌથી વધારે સક્રિય મામલા હાલમાં કેરળમાં જ છે. જયાં ૧,૪૪, ૦૭૫ એકિટવ કેસ છે. જે સમગ્ર દેશમાં ૫૨.૦૧ ટકા બરાબર છે.   ૫ રાજયોમાં ૫૦,૦૦૦થી ૧૦૦૦૦૦ સક્રિય કોવિડ ૧૯ મામલા છે. મહારાષ્ટ્રમાં ૪૦, ૨૫૨ સક્રિય મામલા છે. આ બાદ તમિલનાડુમાં ૧૭, ૧૯૨, મિઝોરમમાં ૧૬, ૮૪૧, કર્ણાટકમાં ૧૨, ૫૯૪ અને આંધ્ર પ્રદેશમાં ૧૧, ૬૫૫ મામલા છે.

(1:09 pm IST)