Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

પતિ પત્નિ સાથે ના રહી શકે તો છૂટાછેડા જ યોગ્ય ઉપાયઃ સુપ્રીમ કોર્ટ

છ દિવસ લગ્ન જીવન અને ૨૫ વર્ષથી અલગ રહે છે પતિ-પત્નિઃ પતિએ માંગ્યા હતાં છુટાછેડા

 

નવી દિલ્હી, તા.૪: ૧૯૯૫માં લગ્ન કર્યા પછી ફકત પાંચ છ દિવસ જ સાથે રહેનાર એક દંપતિને સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો તમે સાથે ના રહી શકતા હો તો એક બીજાને છોડી દેવા એ જ યોગ્ય ઉપાય છે.

જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટીસ બોપન્નાની બેંચે હાઇકોર્ટના છૂટાછેડા આદેશ સામે અપિલ કરનાર પત્નિને કહ્યું કે તમારે વ્યવહારૂ બનવું જોઇએ, આખી જીંદગી કોર્ટમાં એક-બીજા સામે લડીને ના વિતાવી શકાય. તમારી ઉંમર ૫૦ વર્ષ અને પતિની ૫૫ વર્ષ છે.

પત્નિના વકીલે દલીલ કરી હતી કે હાઇકોર્ટ દ્વારા છૂટાછેડાને અપાયેલ મંજૂરી યોગ્ય નથી. હાઇકોર્ટે એ વાત પર ધ્યાન નથી આપયું કે સમજૂતિને પાળવામાં નથી આવી. તો પતિના વકીલે કહ્યું કે ૧૯૯૫માં લગ્ન કરાયા પછી તેનું જીવન બરબાદ થઇ ગયું છે. લગ્ન જીવન ફકત પાંચ છ દિવસ જ ચાલ્યું છે. તેમણે કહ્યું કે હાઇકોર્ટ દ્વારા ક્રૂરતા અને લગ્નજીવનના આધારે છૂટાછેડાની પરવાનગી આપવાનું તદન યોગ્ય છે. વકીલે કહ્યું કે પતિ પત્નિની સાથે નથી રહેવા માંગતો અને તે કાયમી ભરણપોષણ આપવા તૈયાર છે.

પતિએ દાવો કર્યો કે ૧૩ જુલાઇ ૧૯૯૫એ લગ્ન પછી ઉચ્ચ શિક્ષિત અને સંપન્ન પરિવારમાંથી આવનાર તેની પત્નિઓ તેના પર પોતાની વૃધ્ધ માતા અને બેરોજગાર ભાઇને અગરતલાના તેના ઘરમાં રાખવા માટે દબાણ કર્યુ. પત્નિના પિતા આઇએએસ અધિકારી હતા. પતિએ આ ઘટનામાં શાંતિ જાળવવાના બધા શકય એટલા પ્રયાસ કર્યા હતા પણ પત્નિ પોતાના પિયર ચાલી ગઇ હતી ત્યારથી બંને અલગ જ રહી રહ્યા છે.

(1:07 pm IST)