Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

અખીલેશના લખનૌમાં ધરણા સ્થળથી થોડે મીટર દુર પોલીસ જીપ ફુંકી દેવાતા અફડાતફડીઃ સુરક્ષા વ્યવસ્થા વધારાઇ

લખનૌ તા.૪ : યુપીના લખીમપુર ખીરીમાં હિંસાને લઇને રાજધાની લખનૌમાં પણ ભારે બબાલ મચી છે. લખનૌના વિક્રમાદિત્ય માર્ગ ખાતે પૂર્વ મુખ્યમંત્રી અને સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખીલેશ યાદવ ધરણા ઉપર બેઠા હતા તેમના ધરણા સ્થળેથી થોડા જ મીટર દુર પોલીસની જીપને ફુંકી મારવામાં આવી હતી જો કે આગ કોણે લગાડી તે જાણવા નથી મળ્યું.

ગૌતમપલ્લી પોલીસ સ્ટેશનની બાજુમાંજ અખીલેશનું ઘર પણ છે. બહાર ઉભેલી જીપમાં અચાનક આગ લાગતા અફડા તફડી મચી ગયેલ અને ફરજ પરનો પોલીસ સ્ટાફ આગ બુજાવવા લાગ્યો હતો અને કાબુ મેળવ્યો હતો આગ લાગ્યાના થોડા સમય પહેલા જ પોલીસ સ્ટાફ તે જીપમાંથી  ઉતરી પોલીસ સ્ટેશનમાં ગયો હતો. આમ કોઇ  મોટી ઘટના ન બનતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

(1:07 pm IST)