Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

"મોડેલ" બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ અને એજન્ટ-બાયર એગ્રીમેન્ટ ઘડી કાઢવા સુપ્રિમ દ્વારા કેન્દ્રને નોટિસ: લાખો ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરવુ જરૂરી: બિલ્ડરો દ્વારા ઘડી કાઢવામાં આવતા એગ્રીમેન્ટમાં છીંડા રખાય છે.

સુપ્રીમ કોર્ટે એક રિટ પીટીશન ઉપર સુનાવણી કરતા કહ્યું છે કે "રેરા" કાયદા હેઠળ દેશના લાખો ઘર ખરીદનારાઓના  હિતોનું રક્ષણ કરવા માટે, કેન્દ્ર સરકાર દ્વારા, બિલ્ડર અને ખરીદનારા વચ્ચેનો સમાન(યુનિફોર્મ) એગ્રીમેન્ટ ઘડી કાઢવો. મકાન ખરીદનારાઓના હીતોના રક્ષણ માટે આ ખૂબ જ અગત્યનો ઇસ્યુ છે. બિલ્ડરો દ્વારા ઘડી કાઢવામાં આવતા એગ્રીમેન્ટમાં રખાતી શરતોનો આશરો લઇ બિલ્ડરો દ્વારા અનેક વખત પાછીપાની કરવામાં આવે છે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે અને રેરાની જોગવાઈ હેઠળ, રિયલ એસ્ટેટ સેક્ટરમાં, મોડેલ બિલ્ડર-બાયર એગ્રીમેન્ટ અને એજન્ટ-બાયર એગ્રીમેન્ટ  ઘડી કાઢવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે ઘર કે ફ્લેટ ખરીદનારાઓને, બિલ્ડરો દ્વારા શોષણ થાય છે તે સામે રક્ષણ આપવા સુપ્રીમ મદદરૂપ થશે.

 

(11:40 am IST)