Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

મધ્યપ્રદેશમાં ડેન્ગ્યૂ પીડિત યુવક બ્લેક ફંગસનો ભોગ બન્યો :રાજ્યમાં પ્રથમ કેસ

જબલપુરમાં ડેન્ગ્યૂ પીડિત યુવકની બંને આંખો પ્રભાવિત : તેમની આંખોના નીચેના ભાગમાં પરુ ભરાઈ ગયું

મધ્યપ્રદેશના જબલપુરમાં ડેન્ગ્યૂ પીડિત યુવક બ્લેક ફંગસનો ભોગ બન્યો છે. આ રાજ્યમાં આ પ્રકારનો આ પ્રથમ કેસ છે. પીડિતની બંને આંખો પ્રભાવિત થઈ છે. દર્દીના પ્લેટલેટ્સ તો નોર્મલ થઈ ગયા છે, જોકે તેમની આંખોના નીચેના ભાગમાં પરુ ભરાઈ ગયું છે. જોકે તેને દુરબીન વિધિથી ઓપરેશન કરીને કાઢી લેવામાં આવશે. ડેન્ગ્યુ પછી બ્લેક ફંગસ થવાથી આ કેસને લઈને ડોક્ટર પણ હેરાન છે.

જબલપુર મેડિકલ કોલેજના ENT વિભાગના હેડ ડો.કવિતા સચદેવાના જણાવ્યા મુજબ એક સપ્તાહ પહેલા આ દર્દી આવ્યો હતો. જબલપુર નિવાસી 40 વર્ષના આ દર્દીને ડેન્ગ્યુ થયો હતો. તેણે થોડા દિવસ સુધી ઘરે જ રહીને મોહલ્લાના ડોક્ટર પાસે સારવાર કરાવી હતી. તે પછી તેમની આંખો લાલ થઈ ગઈ હતી. તેમણે આઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું તો તે પણ સમજી ન શક્યા. તે પછી બીજા આઈ સ્પેશિયાલિસ્ટને બતાવ્યું તો તેમણે મેડિકલ ENT વિભાગને રીફર કર્યા હતા

(11:40 am IST)