Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

સેન્સેક્સમાં ૫૩૪, નિફ્ટીમાં ૧૫૯ પોઈન્ટનો ઊછાળો

સપ્તાહના પ્રથમ દિવસે બજારમાં તેજીનો માહોલ : બજાજ ફાયનાન્સના શેરોમાં ૨.૧૪ ટકા, એમએન્ડએમના શેરોમાં ૧.૯૪ ટકા, બજાજ ફિનસર્વમાં ૨.૧૪ ટકાની તેજી

મુંબઈ, તા. : સોમવારે દિવસ દરમિયાનના કારોબાર બાદ શેર બજાર વધારા સાથે બંધ થયું. સોમવારે કારોબાર બંધ થવા પર ૩૦ શેરો વાળો બીએસઈ બેન્ચમાર્ક સેન્સેક્સ ૫૩૩.૭૪ પોઈન્ટ એટલે કે .૯૧ ટકાના ઊછાળા સાથે ૫૯,૨૯૯.૩૨ પોઈન્ટ પર બંધ થયો. તો વળી એનએસઈનો મુખ્ય સૂચકાંક નિફ્ટી ૧૫૯. પોઈન્ટ ઉપર ૧૭,૬૯૧. પર બંધ થયો. બીએસઈ પર એનટીપીસી, બજાજ ફિન, એસબીઆઈએન, ટાટા સ્ટીલ જેવા કેટલાક મુખ્ય શેર વધારા સાથે બંધ થયા હતા. તો વળી બજાજ ઓટો અને કોટક મહિન્દ્રાના શેરોમાં ગિરાવટ જોવા મળી હતી. તો વલી

તો વળી સોમવારની સવારે કારોબાર શરૂ થવા પર સ્થાનિક શેર બજારોમાં સારીએવી તેજી જોવા મળી હતી. સવારે ૦૯.૪૮ વાગે બીએસઈ સેન્સેક્સ પર ૪૯૪.૨૪ પોઈન્ટની તેજી સાથે ૫૯,૨૫૯.૮૨ પોઈન્ટના સ્તરે કારોબાર કરી રહ્યો હતો. તો બીજી બાજુ એનએસઈ નિફ્ટી પર પણ ૧૨૭.૪૦ પોઈન્ટ એટલે કે .૭૩ ટકાની તેજી સાતે ૧૭,૬૫૯.૪૫ પોઈન્ટના સ્તરે ટ્રેડિંગ થઈ રહ્યું હતું. નિફ્ટી ઈન્ડેક્સમાં સામેલ ૫૦ શેરોમાંથી ૩૭ શેરોમાં લીલા નિશાન પર કારોબાર થઈ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી પર બજાજ ફાયનાન્સ, બજાજ ફિનસર્વ, ડિવિસ લેબ, એમએન્ડએમ અને ટાટા મોટર્સના શેરોમાં વધારા સાથે ટ્રેડિંગ થઈ રહ્યું હતું. નિફ્ટી રગ્રાસિમ ઈન્ડસ્ટ્રીસ, યૂપીએલ, જેએસડબલ્યૂ સ્ટીલ, આયશર મોટર્સ અને આઈઓસીના શેર લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા હતા.

બીજી બાજુ આજે સવારે સેન્સેક્સ પર બજાજ ફાયનાન્સના શેરોમાં સૌથી વધુ .૧૪ ટકાનો ઊછાળો જોવા મળ્યો.

ઉપરાંત એમએન્ડએમના શેરોમાં .૯૪ ટકા, બજાજ ફિનસર્વના શેરોમાં .૧૪ ટકા, ભારતી એરટેલના શેરમાં .૬૭ ટકા, એનટીપીસીના શેરમાં .૮૨ ટકાની તેજી જોવા મળી.

ઉપરાંત એસબીઆઈ, એચડીએફસી, ટીસીએસ, એશિયન પેઈન્ટ્સ, ડો. રેડ્ડીસ, આઈસીઆઈસીઆઈ બેક્ન, ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, રિલાયન્સ, એક્સિસ બેક્ન, એચસીએલ ટેક, સન ફાર્મા, એલએન્ડટી, ટેક મહિન્દ્રા, આટીસી, બજાજ ઓટો, એચડીએફસી બેક્ન, ઈન્ડસઈન્ડ બેક્ન, કોટક મહિન્દ્રા બેક્ન, મારુતિ અને એચયુએલના શેરોમાં લીલા નિશાન સાથે ટ્રેડિંગ થઈ રહ્યું હતું.

(7:33 pm IST)