Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

જે ક્રુઝમાં ડ્રગ્સ પાર્ટી થઇ હતી એ વૈભવી ક્રુઝની અંદરની તસ્વીરો : ૧૭૭૦૦ થી પેકેજની શરૂઆત થાય છે : ક્રુઝમાં કેસીનો - નાઇટકલબ - શોપીંગ સેન્ટર વગેરેની સુવિધા

આ ક્રૂઝ વોટરવેઝ લિઝર ટૂરિઝમ પ્રાઇવેટ લિમિટેડનો છે. તેનું નામ કાર્ડેલિયા ક્રૂઝ છે. ક્રૂઝમાં તમામ સુવિધાઓ છે. પાર્ટી માટે અને મિત્રો સાથે એન્જોય કરવાની તમામ સુવિધાઓ છે. બોલિવૂડ ઇન્ડસ્ટ્રીને ગત થોડા સમયથી ડ્રગ્સ કેસને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે પહેલાં સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્ર્ગ્સ એંગલ સામે આવ્યું અને ઘણાં સેલિબ્રિટીઝની પૂછપરછ થઇ અને હવે આ નવો ડ્રગ્સ કેસ સામે આવ્યો છે જેમાં ફઘ્ગ્એ શાહરૂખ ખાનનાં દીકરા આર્યન ખાનની એક દિવસની કસ્ટડી મળી છે. આર્યન ખાન જે ક્રૂઝ પર પાર્ટીનો ભાગ બન્યો હતો અને જયાંથી ફઘ્ગ્એ ડ્રગ્સ કન્ઝયૂમ થતું હોવાની વાત સ્વીકારી હતી તે ક્રૂઝનું એક રાતનું ભાંડુ શું છે તે અંદરથી કેવી દેખાય છે તેનાં વિશે વાત કરીએ.  આ કોઇ સામાન્ય શીપ નથી. તેમાં તે તમામ સુવિધાઓ હાજર છે જે કોઇ લકઝુરિયસ હોટલમાં હોય. આ શિપ પર પાર્ટી કરવાં કે એક રાત ગુજારવા માટે પણ મસમોટી રકમ ચુકવવી પડે છે. આ ક્રૂઝ વોટરવેઝ લિઝર ટૂરિઝમ પ્રાઇવેટ લિમિટેડનો છે. તેનું નામ કાર્ડેલિયા ક્રૂઝ છે. ક્રૂઝમાં તમામ સુવિધાઓ છે. પાર્ટી માટે અને મિત્રો સાથે એન્જોય કરવાની તમામ સુવિધાઓ છે. આ ક્રૂઝ કોઇ મિનિ શહેરથી ઓછુ નથી. તેમાં ત્રણ સ્પેશલ રેસ્ટોરન્ટ, ૪ બાર્સ છે. ફિટનેસ સેન્ટર પણ છે. સ્પા અને સલૂન પણ શિપની અંદર છે. એક કેસીનો અને એક થિએટર પણ છે. એક શાનદાર સ્વિમિંગ પૂલ છે નાઇટકલબ છે. લાઇવ બેન્ડઅને ડિજે છે. શોપિંગ માટે કોમ્પેલકસ અને એડવેન્ચર્સ માટે ખાસ એકિટવિટી છે. આટલી બધી સુવિધાઓથી સજ્જ આ ક્રૂઝનાં ઘણાં બધા પેકેજીસ છે. કોર્ડેલિયા ક્રૂઝને ટૂર પેકેજની શરૂઆત ૧૭૭૦૦થી થાય છે. આ ભાવ એક રાતનો છે. કોર્ડેલિયા ક્રૂઝ પર બે રાતનાં મુંબઇથી ગોવાનાં ટૂર પેકેજનો ભાવ ૫૩,૧૦૦ રૂપિયા છે. જે બે લોકો માટેનોછે. આ રીતનાં બે રાતનાં હાઇ સી પેકેજ કપલ માટે ૩૫,૪૦૦ રૂપિયાનાં છે. આ પ્રકારની અલગ અલગ ડિલ્સ ક્રૂઝ પર રોકાવા માટે ઉપલ્બ્ધ છે. મિનિમમ એક રાતનાં આપને ૧૭,૭૦૦ રૂપિયા આ ક્રૂઝ પર રોકાવાનાં ચૂકવવાં પડે છે. ક્રૂઝની અન્ય ફેસિલીટી વિશે વાત કરીએ તો, કદાચ જ ભારતની અંદર આપને આવો કેસિનો જોવા મળે. કેસીનોનું બાર પણ ખુબજ શાનદાર છે. જેમાં આપ મનપસંદ ડ્રિંકસ લઇ શકો છો. આપનાં પસંદનું મ્યૂઝિક સાંભળી શકો છો. કોર્ડેલિયા ક્રૂજની શરૂઆત ભારતમાં ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૧થી થઇ હતી. સાથે જ આવતા વર્ષે ૨૦૨૨માં શ્રીલંકામાં પણ આ ક્રૂઝની સર્વિસ શરૂ થવા જઇ રહી છે.

(10:37 am IST)