Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ઝાયડસ કેડિલાનો ઝાયકોવ-ડીના ૩ ડોઝનો ભાવ રૂા. ૧૯૦૦ રાખવાનો પ્રસ્‍તાવ

ચાલુ સપ્‍તાહના અંત સુધીમાં ભાવ અંગે અંતિમ નિર્ણય : ૧૨ વર્ષથી વધુ ઉંમરવાળાઓને વેક્‍સિન આપી શકાશે

નવી દિલ્‍હી,તા.૯: કોવિડ-૧૯ વેક્‍સિન ઝાયકોવ-ડીના ભાવ અંગે કેન્‍દ્ર સરકાર અને ભારત સરકાર વચ્‍ચે મંત્રણા ચાલી રહી છે ત્‍યારે ફાર્મા કંપનીએ ત્રણ ડોઝની આ વેક્‍સિનનો ભાવ રૂ. ૧૯૦૦ રાખવાનો પ્રસ્‍તાવ રજૂ કર્યો છે. આ વેક્‍સિન ૧૨ વર્ષથી વધુ ઉંમરવાળાઓને આપી શકાશે.
આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્‍યા અનુસાર સરકાર ઇચ્‍છે છે કે ફાર્મા કંપની પ્રસ્‍તાવિત ભાવમાં ઘટાડો કરે. આ સપ્તાહના અંતે આ અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્‍યતા છે.
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે કેન્‍દ્ર સરકારે જાહેરાત કરી હતી કે ઝાયડસ કેડિલાની આ વેક્‍સિનને રાષ્ટ્રવ્‍યાપી એન્‍ટી કોરોનાવાઇરસ વેક્‍સિનેશન ડ્રાઇવમાં રજૂ કરવામાં આવશે. આ વેક્‍સિન ડીએનએ આધારિત નિડલ ફ્રી વેક્‍સિન છે. કંપનીએ ત્રણ ડોઝની આ વેક્‍સિન માટે ૧૯૦૦ રૂપિયાના ભાવનો પ્રસ્‍તાવ રજૂ કર્યો છે. મંત્રણા ચાલી રહી છે.
સરકારે કંપનીને પોતાના પ્રસ્‍તાવિત ભાવ અંગે ફરીથી વિચારણા કરવા જણાવ્‍યું છે. આ અંગેનો અંતિમ નિર્ણય ચાલુ સપ્તાહના અંત સુધી લેવામાં આવે તેવી શક્‍યતા છે. સૂત્રોના જણાવ્‍યા ઝાયકોવ-ડી વેક્‍સિન આપવા માટે જેટ ઇન્‍જેક્‍ટરની જરૂર પડશે. જેની  કીંમત ૩૦.૦૦૦ રૂપિયા છે. એક ઇન્‍જેક્‍ટરની મદદથી ૨૦,૦૦૦ ડોઝ આપી શકાશે. આ વેક્‍સિનના ત્રણ ડોઝ ૨૮ દિવસના અંતરે લેવાના રહેશે.

 

(10:18 am IST)