Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

શરમજનક ઘટના! દુકાને વસ્‍તુ લેવા ગયેલી ૧૦ વર્ષની બાળકીને ૬૧ વર્ષના દુકાનદારે પીંખી નાંખીઃ ધરપકડ

પોલીસે પોક્‍સો અને કલમ ૩૭૬ અંતર્ગત મામલો દર્જ કરીને આરોપીની ધરપકડ કરી

કાંગડા,તા.૪: હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં એક શર્મનાક ઘટના સામે આવી છે. મામલામાં જિલ્લાના શાહપુરનો છે જયાં એક વૃદ્ધ ઉપર દુષ્‍કર્મ કરવાનો આરોપ લાગ્‍યો છે. ૬૧ વર્ષના વિદ્ધ ઉપર ૧૦ વર્ની બાળકી સાથે દુષ્‍કર્મ કરવાનો આરોપ લાગ્‍યો છે. પોલીસે પોક્‍સો એક્‍ટ હેઠળ ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. ઘટનાની એસએચઓ ત્રિલોચન રાજપૂતે આ અંગે પુષ્ટી કરી હતી.
ઉલ્લેખનીય છે કે શાહપુર પોલીસ સ્‍ટેશન અંતર્ગત ૬૧ વર્ષીય વ્‍યક્‍તિએ ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્‍કર્મ કરવાનો આરોપ છે. પોલીસે પોક્‍સો અને કલમ ૩૭૬ અંતર્ગત મામલો દર્જ કરીને આરોપીની ધરપકડ કરી લીધી છે. જાણકારી પ્રમાણે આરોપી દુકાન ચલાવતો હતો અને બાળકી દુકાનમાં કંઈક સામાન લેવા માટે ગઈ હતી.
આરોપીએ બાળકીને એકલતાનો લાભ ઉઠાવીને ખોટું કામ કર્યું હતું. શાહપુર પોલીસ મથકના પ્રભારી ત્રિલોચન સિંહએ આ અંગે પુષ્ટી કરતા કહ્યુ હતું કે, ફરિયાદ નોંધીને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાળકી અને આરોપીનું મેડિકલ કરાવવામાં આવ્‍યું હતું. અત્‍યારે પોલીસે તપાસ હાથધરી છે.
ઉલ્લેખનીય છેકે થોડા દિવસો પહેલા સુરતમાં પણ વૃદ્ધની હેવાનિયતની ઘટના સામે આવી હતી. અહીં સુરતના સલાબતપુરા વિસ્‍તારમાં બે નાની માસુમ બાળકીઓ રમતી હતી. ત્‍યાં ૫૬ વર્ષીય વૃદ્ધ આવીને બંને બાળકીઓ સાથે બળજબરી દુષ્‍કર્મ આચર્યું હતું. બાળકીઓના અવાજ આવવાથી સ્‍થાનિક લોકો ઘટના સ્‍થળે પહોંચીને વૃદ્ધને રંગેહાથે ઝડપી પાડ્‍યો હતો. અને લોકોએ વૃદ્ધને મેથીપાક ચખાડ્‍યો હતો.
ઉશ્‍કેરાયેલા લોકોએ પોલીસને જાણ કરી હતી જેના પગલે પોલીસ પણ ઘટના સ્‍થળે પહોંચી હતી. લોકોએ વૃદ્ધને સલાબતપુરા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે વૃદ્ધ સામે દુષ્‍કર્મ સહિતની કલમો લગાવીને ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા સુરતમાં વરાછામાં રહેતી યુવકીને છેલ્લા ઘણા સમયથી એક આરોપી હેરાન-પરેશાન કરતો હતો. તે સ્‍કૂલ અને ક્‍લાસની બહાર અડિંગો જમાી કિશોરીની છેડતી કરતો હતો. દરમિયાન તેણે કિશોરીના ફોટા પણ પાડી રલીધા હતા અને તેના દ્વારા બ્‍લેકમેઇલ કરતો હતો.
દરમિયાન ગત ૧૬મી તારીખના રોજ સવારે યુવક પીડિતાના બળજબરી પૂર્વક બાઇક પર બેસાડી વેલંજા ખાતે લઈ ગયો હતો અને તેના અડપલાં કર્યા હતા. બાદમાં પીડિતાને ફોટા બતાવી બ્‍લેકમેલ કરી અને દુષ્‍કર્મ આચર્યુ હતું. દરમિયાન ત્‍યાં આવેલા યુવકના મિત્રએ પણ પીડિતા સાથે કુકર્મ કર્યુ હતું.

 

(10:15 am IST)