Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

પનામા પછી, હવે પાન્ડોરા પેપર્સ:ચુનંદા ભારતીય ઉદ્યોગપતિઓ, કંપનીઓએ ગુપ્ત આશ્રયસ્થાનોમાં સંપત્તિને સુરક્ષિત કરી લેવાની નવી રીતો શોધી છે: એક્સપ્રેસનો વિસ્ફોટ

પાન્ડોરા પેપર્સ - અત્યાર સુધીની સૌથી મોટી તપાસ: ૧.૧૯ કરોડ ફાઇલો, ૬૦૦થી વધુ પત્રકારો, ૧૫૦ ન્યૂઝ એજન્સીઓ અને ૧૧૭ દેશો સામેલ

પનામા પછી, એકાએક હવે પાન્ડોરા પેપર્સ ભારે ચર્ચામાં છે. ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું છે કે ટોચના ઉદ્યોગપતિઓથી માંડીને કોર્પોરેટ નાદારો, સીબીઆઈ, ઇડીના આરોપીઓથી માંડીને સેલિબ્રિટીઝ કેવી રીતે જટિલ ઓફશોર ટ્રસ્ટોનો ઉપયોગ પોતાની અસ્કયામતો છુપાવવા   અને તપાસ ટાળવા માટે કરી રહયા છે.
પાન્ડોરા પેપર્સ એ અત્યાર સુધીની સૌથી મોટી તપાસ હાથ ધરાઈ છે જેમાં ૧.૧૯ કરોડ ફાઇલો, ૬૦૦થી વધુ પત્રકારો, ૧૫૦ ન્યૂઝ એજન્સીઓ અને ૧૧૭ દેશો સામેલ છે

ઓફશોર ફાઈનાન્સિયલ રેકોર્ડ્સના સૌથી લેઇટેસ્ટ લીક પેન્ડોરા પેપર્સમાં આ વાત સામે આવી છે. અત્યાર સુધીનું સૌથી મોટા કદનું ગણાવવામાં આવ્યું છે, જેમાં ૨૯૦૦૦ ઓફશોર કંપનીઓ અને ટ્રસ્ટોની માલિકીની વિગતો સાથે ઓફશોર ટેક્સ હેવન્સ ગણાતા દેશોમાં રહેલ ૧૪ કંપનીઓના ૧.૨૦ કરોડ  જેટલા દસ્તાવેજોની વિગતો જાહેર થઈ છે. જેણે વિશ્વભરમાં મોટો ખળભળાટ સર્જયો છે.

(9:29 am IST)