Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

શાહરૂખ પુત્ર આર્યનની ધરપકડ બાદ સલમાન ખાન તેના ઘરે ધરપત આપવા પહોંચ્યો

મુંબઈ :  બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.  તે સંદર્ભે સધિયારો આપવા હવે સલમાન ખાન શાહરુખના ઘરે પહોંકહ્યો હતો. વિરલ ભાયાણીએ સલમાનનો શાહરૂખના ઘરે પહોંચ્યાનો વીડિયો શેર કર્યો છે. આજે સવારથી શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સના કેસને લઈને ચર્ચામાં છે.  આ કેસમાં જ આર્યનની પણ ધરપકડ કરવામાં આવી હતી.  આવી સ્થિતિમાં હવે સલમાન ખાન શાહરૂખ ખાનના ઘરની બહાર જોવા મળ્યો છે.  કહેવામાં આવી રહ્યું છે કે સલમાન શાહરૂખ અને પરિવાર સાથે માત્ર આર્યન વિશે વાત કરવા આવ્યો હતો.

(12:00 am IST)