Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

છેલ્લા એક વર્ષમાં એનસીબીએ ડ્રગ સંબંધિત કેસોમાં ૧૧.૬૨ કરોડની સંપત્તિ જપ્ત કરી

ગયા વર્ષે એનસીબીએ ૪૬ કેસ નોંધ્યા જેમાં ૧૧ વિદેશી નાગરિકો સહિત ૧૧૧ લોકોની ધરપકડ કરી

નવી દિલ્હી :  નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંબઈમાં કોર્ડેલા ધ ઈમ્પ્રેસ નામની ક્રૂઝ પર દરોડા પાડીને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. આ કેસમાં ધડાધડ અટકાયત કરવામાં આવી છે. બોલિવૂડના સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન પણ આ ક્રૂઝ પર હાજર હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં દ્ગઝ્રમ્ના દરોડાથી ઘણા લોકોની મુશ્કેલીઓ વધી છે.

એક રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં એનસીબીએ ડ્રગ સંબંધિત કેસોમાં ૧૧.૬૨ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. માહિતી અનુસાર ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરી અને સપ્ટેમ્બર વચ્ચે બમણા કેસ નોંધ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્સી દ્વારા જપ્ત કરવામાં આવેલ ડ્રગ્સની કુલ કિંમત ૩૦૦ કરોડ રૂપિયાથી વધુ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. એજન્સીએ એમ પણ કહ્યું ડ્રગ્સ અંગે જે માહિતી આપનારા લોકો છે તે મોટાભાગે સ્થાનિક છે, જે એક સારો સંકેત છે.

રિપોર્ટ અનુસાર ગયા વર્ષે એનસીબીએ ૪૬ કેસ નોંધ્યા હતા. જેમાં ૧૧ વિદેશી નાગરિકો સહિત ૧૧૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦માં જપ્ત કરવામાં આવેલી ડ્રગ્સમાં ૧.૦૬૫ કિલોગ્રામ કોકેન, ૧૫ કિલો ચરસ, ૨૯.૮૬ કિલો ગાંજાે, ૩.૨૬૧ કિલો એમ્ફેટામાઇન, ૪૯.૫ કિલો સ્યુડોએફેડ્રિન, ૨,૯૦૯ આલ્પાઝોલમની ગોળીઓ, ડાયઝેપામની ૨,૮૮૦ ગોળીઓ, ઝોલપિડેમની ૨૦,૨૩૫ ગોળીઓ છે. અને મોર્ફિનની ૧૧૦ ગોળીઓ હતી.

(12:00 am IST)