Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

બે બાળકોની માતા હોસ્પિટલ ગયા બાદ ગુમ, કોઈ પત્તો નથી

બે વર્ષની બાળકીની રડી રડીને હાલત ખરાબ : પતિ અને સાસરીના લોકોને શક છે કે ગીતા પોતાની પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે : અનેક જગ્યાએ શોધખોળ શરૂ

કુલ્લુ, તા.૩ : હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં લગઘાટીથી એક પરિણીત મહિલા છ દિવસથી ગુમ થઈ છે. અને હજી સુધી તેનો કોઈ પુરાવો મળ્યો નથી. તેના પરિવારજનો અને સંબંધીઓેની પૂછપરછ કરી અનેક જગ્યાએ શોધી પરંતુ ગીતા દેવીનો કોઈ પત્તો મળ્યો નથી.

ગુમ ગીતા દેવી સાસરીથી ૨૫ સપ્ટેમ્બરે જ ગીતાની ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પરિજનોએ અનેક જગ્યાએ ગીતા દેવીની શોધખોળ શરૂ કરી હતી. પતિ અને સાસરીના લોકોને શક છે કે ગીતા પોતાની પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. જેનું મોબાઈલ લોકેશન પંજાનના સંગરુર જિલ્લામાં બતાવી રહ્યું છે.

ગુમ ગીતા દેવીના સસરા મંગત રામે જણાવ્યું હતું કે તેની પુત્રવધૂ ૨૫ સપ્ટેમ્બરે સવારે ઘરેથી હોસ્પિટલમાં સારવાર લેવા માટે નીકળી હતી, પરંતુ સાંજે પણ ઘરે પાછી આવી ન હતી. ત્યારબાદ બીજા દિવસે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ગુમ વહૂને સંબંધીઓના ત્યાં સહિત અનેક જગ્યાએ શોધખોળ કરી હતી. પરંતુ ક્યાં તેનો પત્તો લાગ્યો નહીં.

તેમણે વધુમાં જણાવ્યું કે નાના બે બાળકોને છોડીને ગીતા દેવી લાપતા થઈ છે. જેનાથી પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગીતાને મોબાઈલ ફોનથી સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરંતુ મોબાઈલ બંધ છે. પરિજનોએ પોલીસ પાસે મદદની અપીલ કરી છે. જેનાથી ગુમ ગીતા દેવીનો ક્યાંય પત્તો લાગી શકે.

લાપતા ગીતાના પતિ મોહન સિંહે કહ્યું ૨૫ સપ્ટેમ્બરે તેની પત્ની ઘરેથી હોસ્પિટલ જ ઈરહી હતી એ સમયે તેની સાથે જવા માટે કહ્યું હતું પરંતુ ગીતા દેવીને એકલા જવાનો નિર્ણય કર્યો હતો. બાદમાં સાંજે ઘરે આવી નહીં.

તેમણે કહ્યું કે ત્યારબાદ સંબંધીઓના ત્યાં સંપર્ક કર્યો પરંતુ ક્યાંય ભાળ મળી નથી. તેમણે જણાવ્યું કે ગીતાએ ફોન ઉપર પોતાની બહેન સાથે ફોન ઉપર વાત કરતા જણાવ્યું હતું કે તે બહાર જાય છે. એટલે તેની ચિંતા ન કરવી. મોહર સિંહ કહ્યું કે તેને શક છે કે તેની પત્ની બીજા વ્યક્તિ સાથે ભાગી ગઈ છે. જેનાથી ૨ નાના બાળકો છોડીને ગઈ છે. બે વર્ષ કરતા નાની બાળકી છે. રાત્રે પોતાની માતાને યાદ કરીને બે વર્ષની બાળકીની રડી રડીને હાલાત ખરાબ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ગુમ ગીતા દેવી સાથે જો કોઈ અપ્રિય ઘટના થાય તો તેમનાં તેમના પરિવારના એકપણ વ્યક્તિની જવાબદારી નથી. પોલીસે તેને શોધવા માટે અપીલ કરી છે.

(12:00 am IST)