Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને હરાવ્યું

RCB થઇ પ્લેઓફ માટે ક્વાલિફાઇ : મેક્સવેલે ૩૩ બોલમાં ૫૭ રન બનાવ્યા, મેક્સવેલના આઉટ થયા પછી ટીમ સારુ પ્રદર્શન ના કરી શકી

શારજહા, તા.૩ : શારજહા ક્રિકેટ સ્ટેડિયમાં રમાઇ રહેલી IPLમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને ૬ રનથી હરાવી રોચક જીત મેળવી છે. આ જીત સાથે વિરાય કોહલીની ઇઝ્રમ્એ ૧૬ પોઇન્ટ સાથે પ્લેઓફ માટે ક્વાલિફાઇ કરી લીધુ છે. બેંગ્લોરે મેક્સવેલની તોફાની ફિફ્ટીના દમ પર ૭ વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં પંજાબની શરુઆત સારી રહી હતી, પરંતુ અંતે ટીમે હારનો સામનો કરવો પડ્યો હતો.

ગ્લેન મેક્સવેલે ઝંઝાવતી ફિફ્ટી કરી હતી, જેના દમ પર રોયલ ચેલેન્જર્ક બેંગ્લોરે પંજાબ કિંગ્સને ૧૬૫ રનનો લક્ષ આપ્યો હતો. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય લીધો હતો અને ૨૦ ઓવર્સમાં સાત વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા. પંજાબ તરફથી મોહમ્મદ શામી અને મોઇસેસ હેનરિક્સે ૩-૩ વિકેટો લીધી હતી. આરસીબીએ ઇનિંગની શરુઆત કરતાં કેપ્ટન કોહલી અને દેવદત્ત પડિકલે પહેલી વિકેટ માટે ૬૮ રનની ભાગીદારી નોંધાવી હતી.

પંજાબ કિંગ્સના હેનરિક્સે કેપ્ટન કોહલીને ૨૫ રનના અંગત સ્કોર પર આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. જોકે એ પછી આવેલા બેટ્સમેન ડેનિયેલ ક્રિશ્ચિયનને પણ હેનરિક્સે પેવેલિયન ભેગો કર્યો હતો. એ પછી ગ્લેન મેક્સવેલ અને પડિકલે આરસીબી માટે રન બનાવ્યા પરંતુ પડિકલ પણ વધુ સમય ટકે એ પહેલા હેનરિક્સે આઉટ કર્યો હતો. એ પછી બેટિંગ માટે આવેલા એબી ડિવિલિયર્સે મેક્સવેલન સાથ આપ્યો અને બંને ખેલાડીઓએ ચોથી વિકેટ માટે માત્ર ૩૯ બોલ્સમાં ૭૩ રનની ભાગીદારી કરી હતી. ડિવિલયર્સ પણ ૨૩ રનના અંગત સ્કોરે રન આઉટ થયો હતો. મેક્સવેલ પણ વધુ સમય ના ટકતાં ૩૩ બોલ્સમા ૫૭ રન બનાવી આઉટ થયો હતો. મેક્સવેલના આઉટ થયા પછી આરસીબીના બાકીના પ્લેયર્સ ખાસ પ્રદર્શન કરી ના શક્યા.

બીજી ઇનિંગ દરમિયાન પંજાબ કિંગ્સે સુરક્ષિત શરુઆત કરી હતી અને સાત ઓવર સુધી એક પણ વિકેટ ગુમાવ્યા વિના ૫૬ રન બનાવી લીધા હતા. પંજાબના ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ અને મંયક અગ્રવાલે ઇનિંગ સંભાળી હતી, પરંતુ ૧૧મી ઓવરમાં શાહબાજ અહમદે આરસીબીને પહેલી વિકેટ અપાવતાં કેએલ રાહુલને ૩૯ રનના અંગત સ્કોર પર કેચ આઉટ કરાવ્યો હતો. મયંક અગ્રવાલે ફોર્મ જાળવી રાખતાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી.

આ દરમિયાન ચહલે નિકોલસ પૂરનને આઉટ કરીને ટીમને બીજી સફળતા અપાવી હતી. મયંક અગ્રવાલ ૫૭ રનના અંગત સ્કોર પર કેચ આઉટ થયો હતો, જે પછી પંજાબ કિંગ્સના બેટ્સમેન આરસીબીના બોલર્સ સામે ટકી શક્યા ન હતા.

(12:00 am IST)