Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

મારી અંતિમ વિદાય મેકઅપ સાથે કરવામાં આવે : ઘનશ્યામ નાયક

નટુકાકાએ અંતિમ વિદાય વખતે વ્યક્ત કરી ઇચ્છા : અભિનેતા લાંબા સમયથી થિયેટર અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા : તારક મહેતા...થી ઓળખ મળી

નવી દિલ્હી, તા.૩ : સ્મોલ સ્ક્રિનનો લોકપ્રિય અને નં.૧ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં નટુકાકાનું પાત્ર ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું કરૂણ મોત નિપજ્યું છે. તેઓ લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા. જો કે ૭૭ વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અભિનેતા ઘનશ્યામ નાયક લાંબા સમયથી થિયેટર અને અભિનય ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા. જો કે તેમને સૌથી વધારે પરિચય તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલથી ઓળખ મળી હતી.

તેમને કેન્સર ડિટેક્ટ થયા બાદ તેમની કિમોથેરાપી સેશન શરૂ કરવામાં આવ્યા હતા. ફેન્સ પણ તેઓના સાજા થવા માટેની દુવા કરી રહ્યા હતા. જો કે નટુકાકા ખુબ જ ખેલદિલ વ્યક્તિ હતા. તેઓએ જણાવ્યું કે, કદાચ આ સારવાર દરમિયાન તેમનું મોત થઇ જાય તો પણ તેમને જરા પણ ગમ નથી. તેઓએ જીવનને ભરપુર માણ્યું છે. જો કે તેમણે કહ્યું કે, આવી કોઇ પણ સ્થિતીમાં મારુ મોત નિપજે છે તો મારી અંતિમ ઇચ્છા છે કે, મારી વિદાય મેકઅપ સાથે કરવામાં આવે. મારી અંતિમ વિદાય મેકઅપ સાથે મારી અંતિમ વિદાય કરવામાં આવે.

ઇન્સ્ટા બોલિવુડની એક પોસ્ટ અનુસાર ઘનશ્યામ નાયકની અંતિમ ઇચ્છા હતી કે  તેઓ અંતિમ શ્વાસ સુધી કામ કરવા ઇચ્છે છે. તેઓ જ્યારે જાય ત્યારે તેમની અંતિમ તસ્વીર દર્શકોના મનમાં એવી જ રહે જેવી તેઓ આજીવન મને રંગમંચ કે સીરિયલમાં જોતા આવ્યા છે. મારી મેકઅપ સાથેની અંતિમ વિદાય મારુ થિયેટર પ્રત્યેનું સમર્પણ છે. આટલા વર્ષો સુધી કરેલી સાધના અંતિમ સમયે પણ મારી સાથે જ રહે અને મારી સાથે જ પંચમહાભુતમાં વિલિન થાય તેવી મારી ઇચ્છા છે.

(12:00 am IST)