Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસ : શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન, અરબાઝ અને મુનમુનને એક દિવસના એનસીબીના રિમાન્ડમાં મોકલી દેવાયા

મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ શનિવારે રાત્રે એક ક્રૂઝ શિપમાં ચાલતી એક ડ્રગ પાર્ટી પર દરોડો પાડ્યો હતો.અધિકારીઓએ આઠ લોકોની અટકાયત કરી છે, જેમાં બે યુવતી પણ છે

આર્યન ખાન અને તેમની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુમમુન ધમેચાને એક દિવસના એનસીબીના રિમાન્ડમાં મોકલી દેવાયા છે, એટલે કે આ ત્રણેય આરોપ ચાર ઑક્ટોબર સુધી રિમાન્ડ રહેશે.

કોર્ટમાં આર્યન ખાનના વકીલે કહ્યું કે એનસીબીને આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. એનસીબીના દાવો છે કે તેમની પાસેથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, હવે એનસીબી ખાનને સોમવારે કોર્ટમાં રજૂ કરશે અને કાલે જ તેમની જામીન અરજી પર સુનાવણી થશે.

 

આર્યન ખાન સહિત ત્રણ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ તમામની નજર રિમાન્ડ પર છે. NCBને ત્રણેયની કસ્ટડી મળશે કે કેમ તે જોવાનું રહેશે. એનસીબીના મુંબઈ ઝોનલ સુપરીટેન્ડન્ટ વિશ્વ વિજય સિંહે આર્યન ખાનની ધરપકડનો મેમો બહાર પાડ્યો છે. આમાં NDPSની તમામ કલમો લખવામાં આવી છે, જેના આધારે આર્યનની ધરપકડ કરવામાં આવી છે.

NCBએ કોર્ટમાંથી આર્યન ખાન સહિત ત્રણેય આરોપીઓની કસ્ટડી 2 દિવસ માટે એટલે કે 5 ઓક્ટોબર સુધી માંગી છે. NCBએ કહ્યું છે કે તેમને વધુ તપાસ માટે આરોપીઓની કસ્ટડી આપવી જોઈએ. એનસીબી તરફથી હાજર રહેલા સરકારી વકીલ અદ્વૈત સેઠનાએ જણાવ્યું હતું કે અમારે ડ્રગ્સ સપ્લાયર અને પેડલર્સની કડીઓ શોધવી માટે અને કેટલીક વોટ્સએપ ચેટ્સ મળી છે. એટલા માટે બે દિવસની કસ્ટડી આપવી જોઈએ. સાથે જ સરકારી વકીલનું કહેવું છે કે મામલો ગંભીર છે, તેથી કસ્ટડી ફરજિયાત છે.

આ મામલે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ, ઇસ્મિતસિંહ, મોહક જસ્વાલ, વિક્રાંત ચોકર, ગોમિત ચોપરાની પૂછપરછ કરાઈ રહી છે.

(12:00 am IST)