Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

પેરિસ પોલીસ હેડકવાટરમાં ગળા રહેંસી ચાર પોલીસ કર્મીની બર્બરતાપૂર્ણ હત્યા

નવીદિલ્હી,તા.૪: ફ્રાન્સના પાટનગર પેરિસમાં પોલીસ હેડકવાર્ટરમાં એક બર્બર ઘટના અંજામ પામી હતી. એક શખ્સે હેડકવાર્ટરમાં ચાકુની મદદથી ચાર- ચાર અધિકારીઓના ગળા વેતરી નાખ્યા હતા. ચારેય પોલીસ અધિકારીઓની હત્યા પછી હેડકવાર્ટરને સીલ કરી દેવાયું હતું અને હુમલાખોરને ઠાર કરવામાં આવ્યો હતો. ચાર પોલીસ અધિકારીઓમાં એક મહિલા અધિકારીનો પણ સમાવેશ થતો હતો.પોલીસ હેડકવાર્ટરના અધિકારઅીઓને ટાંકીને એવો દાવો થયો હતો કે હત્યારો પણ પોલીસ હેડકવાર્ટરમાં જ કામ કરતો હતો. પોલીસે હુમલાખોરની ઓળખ જાહેર કરીને કહ્યું હતું કે પોલીસ હેડકવાર્ટરના આઈટી વિભાગમાં કામ કરતા ૪૫ વર્ષના શખ્સે આ ઘટનાને અંજામ આપ્યો હતો.આ હુમલામાં ઘવાયેલો એક કર્મચારી હોસ્પિટલમાં દાખલ છે. ગૃહમંત્રીના સેક્રેટરીએ આ બાબતે જણાવ્યું હતું કે હુમલાખોર ૨૦૦૩થી પોલીસવિભાગ સાથે કાર્યરત હતો અને અગાઉ કયારે તે શંકાસ્પદ એકિટવિટીમાં સંડોવાયેલો જોવા મળ્યો ન હતો. તેના નામે કોઈ જ ગુનાખોરીનો રેકોર્ડ બોલતો નથી. આ ઘટના પાછળનું કારણ જાણવા તપાસ ચાલી રહી છે.

(4:14 pm IST)