Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

બપોરે ૧૨-૫૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મોબ લિંચિંગ બાબતે વડાપ્રધાનને ખુલ્લો પત્ર લખી ચિંતા વ્યક્ત કરનાર 50થી વધુ દેશના મહાનુભાવો વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ફિલ્મી દુનિયાના સુપ્રસિદ્ધ રામચંદ્ર ગુહા, મણિરત્નમ, અનુરાગ કશ્યપ, શ્યામ બેનેગલ, સૌમિત્ર ચેટર્જી, અપર્ણા સેન, સુધા મુદગલનો સમાવેશ થાય છે : રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો જાહેર કરતા હોમ લોન અને કાર લોન સસ્તી થશે, દિવાળી પહેલા મોટી ભેટ : રાજકોટ ખાતે સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ જે.એસ રાચ્છના ધર્મપત્ની દિપાલીબેનનું વાહન અકસ્માતમાં કરૂણ મૃત્યુ : ગંગામાં મૂર્તિ વિસર્જન કરનારને ૫૦ હજારનો દંડ, કેન્દ્ર સરકારે બહાર પાડ્યો આદેશ : પાકિસ્તાન કબજા ગ્રસ્ત કાશ્મીરમાં સરહદ સુધી વિરોધ પ્રદર્શનો, ભારતીય લશ્કર હાઇ એલર્ટ ઉપર : ઈરાકમાં રાષ્ટ્ર વ્યાપી દેખાવો, તોફાનો અને બંદૂકો ધણધણી ઊઠી, કરફ્યુ લાદી દેવામાં આવ્યો, બગદાદ એરપોર્ટમાં ઘૂસવા ટોળાના પ્રયાસ, ખુલ્લા ગોળીબારમાં સાતના મોત, અનેક મકાનો સળગાવ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ ને સતત ઉંબાડીયા ગમે છે, હવે અમેરિકા સામે યુરોપ પણ લડવા તૈયાર : પી ચિદમ્બરમના જામીન અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આજે ફેસલો : દિલ્હીમાં એક ડઝનથી વધુ ત્રાસવાદીઓ મોજુદ, કાશ્મીરમાં પ્લાન ઘડાયો, મોટા હુમલાની તૈયારી, ફટાકડા અને કાશ્મીરી સફરજન કોડવર્ડ સાથે ઘૂસણખોરી : દશેરાને દિવસે પ્રથમ રાફેલ ફાઈટર પ્લેનની ડિલિવરી મળશે : વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપના ટેકાથી ઇલાબેન ચૌહાણનો વિજય, કોંગ્રેસના નીલાબેનને પરાજય આપ્યો : ઉના ગીરગઢડાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈ સાંજે એક કલાકમાં ધોધમાર એક ઇંચ વરસાદ ખાબક્યો

(12:52 pm IST)
  • ગુજરાતમાં ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર ઉભું થશે : જોન્સન કંટ્રોલ અને હીટાચી જે.વી. કંપની ગુજરાતમાં ગ્લોબલ ડેવલપમેન્ટ સેન્ટર ઉભું કરશે. access_time 9:27 pm IST

  • મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોની ચોથી યાદી જાહેર : ચોથી યાદીમાં 19 ઉમેદવારોના નામ સામેલ : આ પહેલા 122 ઉમેદવારો જાહેર કર્યા બાદ પાર્ટીએ ચોથી યાદી બહાર પાડી : પહેલી યાદીમાં 51, બીજી યાદીમાં 52 અને ત્રીજી યાદીમાં 20 નામ હતા જયારે ચોથી યાદીમાં વધુ 19 ઉમેદવારો જાહેર કર્યા access_time 1:15 am IST

  • છત્તીસગઢમાં ઓબીસી અનામત વધારીને 27 ટકા કરવા પર હાઇકોર્ટની બ્રેક : છત્તીસગઢ હાઇકોર્ટે રાજ્ય સરકારના એ નિર્ણંય પર રોક લગાવી છે જેમાં અન્ય પછાત વર્ગને 14 ટકાની જગ્યાએ 27 ટકા અનામત અપાવની વાત કહેવાય હતી : 15મી ઓગસ્ટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેશ બુધેલે અન્ય પછાત વર્ગ માટે અનામતનો દાયરો 14 ટકાથી વધારીને 27 ટકા કરવાની જાહેરાત કરી હતી access_time 1:10 am IST