Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

રામમંદિર માટે વીએચપીએ દિલ્હીમાં બોલાવી 36 સંતોની બેઠક;લેવાશે મોટો નિર્ણય

રામ મંદિરના નિર્માણ માટે કાર સેવાનું એલાન કરવામાં આવે તેવી શક્યતા

નવી દિલ્હી :લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે રામ મંદિરનો મુદો ઉઠાવવામાં આવી રહ્યો છે. ત્યારે વીએચપીએ રામ મંદિર નિર્માણ કરવાનું આદોલન તેજ કરવાના સંકેત આપ્યા છે. રામ મંદિર માટે વીએચપીએ શુક્રવારે 36 જેટલા સંતોની એક બેઠક બોલાવી છે

   સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠકમાં રામ મંદિરના નિર્માણ માટે કાર સેવાનું એલાન કરવામાં આવે તેવી શક્યતા છે. જેમા દેશભરમાંથી 30થી 35 સંતો હાજરી આપશે.

  સૂત્રોના જણાવ્યા પ્રમાણે વીએસપીએ દેશભરના સંતોને બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યુ છે. બેઠકમાં રામ મંદિરના નિર્માણ માટે મહત્વના નિર્ણય લેવામાં આવી શકે છે. આ બેઠક દિલ્હીમાં મળવાની છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત દિવસે સંઘ પ્રમુખ મોહન ભાગવતે રામ મંદિરના નિર્માણ માટે મહત્વનું નિવેદન આપ્યુ હતું. મોહન  ભાગવતે કહ્યુ હતુ કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થવુ જોઈએ અને રામ મંદિરના નિર્માણનો વિરોધ કરવાની તાકાત વિપક્ષી પાર્ટીમાં નથી.

(3:30 pm IST)