Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

જેલમાં ચોરીછૂપી સાથે-સાથે રાખેલો મોબાઇલ પકડાવાના ડરે કેદી આખો મોબાઇલ ગળી ગયો

કોલકતા તા.૪: પશ્ચિમ બંગાળના કલકત્તાની જેલમાં એક અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. અહીં એક કેદી મોબાઇલ ફોન ગળી ગયો હતો. સોમવારે જયારે એક સર્વેલન્સ ટીમે જેલમાં તપાસ આદરી તો રામચંદ્ર બાગપ્પા નામનો કેદી પોતાની કોટડીની અંદર ફોન પર વાત કરતો હોય એવું જોવા મળ્યું જો કે ટીમના સભ્યો તેની પાસે પહોંચ્યા એટલે પુરાવો છુપાવવા માટે ફોન મોંમાં મૂકી દીધો અને ગળી ગયો. આ તપાસ-અધિકારીઓની સામે જ થયું હોવાથી તરત જ તેને નજીકની બાંગુર હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. પહેલાં તો ડોકટરોને આશા હતી કે તેને ખૂબ કેળાં ખવડાવીશું તો મળમાર્ગેથી એ નિકળી જશે, પરંતુ ૪૮ કલાકથી વધુ સમય રાહ જોયા પછીયે કંઇ અસર ન થતાં હવે ડોકટરોએ સર્જરી કરવાનો વિકલ્પ અપનાવવો પડશે. જેલ-અધિકારીઓનું કહેવું છે કે કોઇ આખો મોબાઇલ ગળી જાય એવો કેસ પહેલી વાર જાણમાં આવ્યો છે. અચંબિત કરનારી વાત એ છે કે એટલો ટચુકડો ફોન પણ હોય છે જે વ્યકિત ગળી શકે.(૧.૨)

(11:40 am IST)