Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

બેંક ઓફ મહારાષ્ટ્ર તેની ૫૧ શાખા બંધ કરશે

પુણે તા. ૪ : બેંક ઓફ મહારાષ્ટ્ર (BoM)એ બેંકિંગ ક્ષેત્રમાં પ્રવર્તી રહેલી કટોકટીના ઉકેલ તરીકે પોતાની ૫૧ બ્રાન્ચ બંધ કરવાની ઘોષણા કરી છે. પુણે હેડઓફિસના એક અધિકારીએ બુધવારે માહિતી આપી છે કે આ તમામ બ્રાન્ચ શહેરી વિસ્તારમાં છે અને એને બંધ કરવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. નામ ન આપવાની શરતે બેંકના ટોચના અધિકારીએ જણાવ્યું છે કે બેંકના ટોચના અધિકારીઓએ કહ્યું છે કે આ તમામ ૫૧ બ્રાન્ચ બંધ કરીને એનું વિલિનીકરણ આસપાસની બ્રાન્ચમાં કરી દેવામાં આવ્યું છે.

સાર્વજનિક ક્ષેત્રની કોઈ પણ બેંક દ્વારા મહારાષ્ટ્રમાં ઉપાડવામાં આવેલું આ પગલું છે. બેંક ઓફ મહારાષ્ટ્રની આખા દેશમાં ૧,૯૦૦ બ્રાન્ચ છે અને બેંક દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે લોકોની સુવિધા માટે આ શાખાઓનું વિલિનીકરણ કરી દેવામાં આવ્યું છે. આ બ્રાન્ચના આઇએફએસસી કોડ અને એમઆઇસીઆર કોડ કરી દેવામાં આવ્યા છે.  બંધ કરાયેલી તમામ શાખાઓના ગ્રાહકોને ચેકબુક ૩૦ નવેમ્બર સુધી પરત જમા કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બેંક ઓફ મહારાષ્ટ્રએ કહ્યું છે કે જુના IFSC/MICR કોડ ૩૧ ડિસેમ્બરથી હંમેશા માટે અમાન્ય થઈ જશે. (૨૧.૪)

(10:09 am IST)