Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વિશ્વમાં વર્ષ 2021 સુધીમાં 4.7 કરોડ મહિલાઓ ભયંકર ગરીબીના ખપ્પરમાં ધકેલાશે : યુએન

કોરોના મહામારીના કારણે ગરીબીમાં 9.1 ટકાનો વધારો થશે :દુનિયામાં કુલ 9.6 કરોડ લોકો અતિશય ગરીબ હશે

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રસંઘના અહેવાલમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે કોરોના મહામારીની અસર સૌથી વધારે મહિલાઓ અને છોકરીઓ ઉપર પડશે. સંયુક્ત રાષ્ટ્રસંઘના એક અહેવાલ મુજબ, કોરોના મહામારીના કારણે ગરીબીમાં 9.1 ટકાનો માતબર વધારો થશે. તેના કારણે 2021ના અંત સુધીમાં દુનિયામાં 4.7 કરોડ મહિલાઓ અતિશય ગરીબ થઈ જશે. કુલ 9.6 કરોડ લોકો અતિશય ગરીબીની કેટેગરીમાં આવશે અને એમાંથી 4.7 કરોડ મહિલાઓ અને છોકરીઓ હશે.

2021ના અંત સુધીમાં 4.7 કરોડ મહિલાઓ અને છોકરીઓ અતિશય ગરીબીની કેટેગરીમાં ધકેલાશે. દુનિયામાં કુલ 9.6 કરોડ લોકો અતિશય ગરીબ હશે, એમાંથી અડધો અડધ તો મહિલાઓ અને છોકરીઓ હશે.

યુએનના કહેવા પ્રમાણે કોરોના મહામારીના કારણે 9.1 ટકાનો જંગી વધારો થશે. અગાઉ એવી ધારણાં બાંધવામાં આવી હતી કે 2021ના અંત સુધીમાં મહિલાઓ અને છોકરીઓના ગરીબીના સ્તરમાં 2.7 ટકાનો નોંધપાત્ર ઘટાડો થશે, પણ કોરોના ત્રાટક્યા પછી આર્થિક બેહાલી અને બેરોજગારીનું પ્રમાણે દુનિયાભરમાં વધ્યું છે. તેથી એક જ વર્ષમાં અતિશય ગરીબોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થશે. યુએનના અહેવાલ પ્રમાણે કોરોનાના કારણે આગામી વર્ષોમાં મહિલાઓ અને પુરૂષો વચ્ચે આર્થિક અસમાનતામાં વધારો થશે.

21મી સદીમાં સ્ત્રી-પુરૂષો વચ્ચે આર્થિક અસમાનતા વધી હતી, પણ મહામારીના એક જ વર્ષમાં એ સમાનતા વચ્ચે મોટું અંતર આવવાની શક્યતા છે. યુએનના રીપોર્ટમાં સૃથાનિક સરકારોને આિર્થક સમાનતા માટે અને મહિલાઓના કલ્યાણ માટે પગલાં ભરવાની અપીલ કરવામાં આવી હતી. કોરોના પછી સરકારોએ કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવી જોઈએ એવી ભલામણ એમાં કરવામાં આવી હતી

(2:17 pm IST)