Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ઈલેકટ્રીક વ્હીકલ પર સબસીડી-કન્સેશનલ જીએસટીને કારણે ગ્રાહકોને ૩૫ ટકાનો ફાયદોઃ એમડી જીતેન્દ્ર શાહ

જીતેન્દ્ર ન્યુ ઈવી ટેક દ્વારા ઈલેકટ્રીક સ્કૂટરનું લોચીંગ થયુ

મુંબઈ, તા. ૪ :. ઈલેકટ્રીક વ્હીકલ પર સબસીડી અને કન્સેશનલ જીએસટીને કારણે ગ્રાહકોને ૩૫ ટકાનો ફાયદો મળશે તેમ જીતેન્દ્ર ન્યુ ઈવી ટેક દ્વારા ઈલેકટ્રીક સ્કૂટર જેએમટી ૧૦૦૦-એચએસની ૭૫૦૦૦ની કિંમતમાં ગુજરાતમાં લોન્ચીંગ પ્રસંગે કંપનીના એમડી જીતેન્દ્ર શાહે જણાવ્યુ હતું.

જીતેન્દ્ર શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, પ્રારંભે જીએમટી ૧૦૦૦-એચએસની કિંમત ૧ લાખ ૧૦ હજાર રાખવામા આવી હતી પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વિવિધ ઈન્સેન્ટીવને કારણે આ બાઈક માત્ર ૭૫૦૦૦માં રજુ કરી શકીએ છીએ. ૩ કલાકમાં તે સંપૂર્ણ ચાર્જ થઈ જાય છે અને તેની ડ્રાઈવીંગ ક્ષમતા ૯૦ કિ.મી. સુધીની છે. તેમણે કહ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની ફેમ-૨ સ્કીમ અને ૫ ટકાના જીએસટીને કારણે આ બાઈક સસ્તી થઈ શકી છે. વળી તેને ગુજરાત સરકારની સબસીડી પણ મળે છે અને રજીસ્ટ્રેશન ટેક્ષમાંથી પણ મુકતી મળી છે. આ બાઈક પર લોન લેવામાં આવે તો માસિક હપ્તાના વ્યાજને આવક વેરામાંથી મુકિત મળે છે. તમામ ફાયદા ૩૫ ટકા સુધીના છે તેથી ગ્રાહકોને ફાયદો થાય છે.

જીતેન્દ્ર ન્યુ એવી ટેક દિવાળી પહેલા પશ્ચિમ ભારતમાં ૨૦૦ ડીલરો નિમવાનું આયોજન કરે છે.

(5:21 pm IST)