Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

ભારત અને રશિયા વચ્ચેના સંબંધો જુના અને મજબૂત : બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી : વડાપ્રધાન મોદી

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે બે કલાક વાતચીત કરી

નવી દિલ્હી :રશિયાના વ્લાદિવોસ્તોકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ કહ્યું કે ભારત અને રશિયા વચ્ચેના સંબંધો ઘણા જુના અને અત્યંત મજબૂત છે. બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી છે. વડાપ્રધાન મોદી રશિયાના બે દિવસીય પ્રવાસ પર છે. પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિન સાથે બે કલાક વાતચીત કરી હતી. આ સમય દરમિયાન ઉર્જા સંરક્ષણના ક્ષેત્રમાં ઘણા કરાર થયા હતા. વડાપ્રધાને કહ્યું કે આજે પુતિન સાથેની મુલાકાત ખૂબ મહત્વની છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વડાપ્રધાન મોદી Zvezda શિપયાર્ડને જોવા પહોંચ્યા હતા. આર્કટિક શિપિંગમાં આ શિપયાર્ડનું મહત્વપૂર્ણ ફાળો છે. આ દરમિયાન પુતિને વડાપ્રધાન મોદીને શિપયાર્ડની કટીંગ ટેકનોલોજી બતાવી હતી.

પીએમ મોદી સવારે રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચ્યા હતા. જ્યાં તેમને એરપોર્ટ પર જ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. તેમની બે દિવસીય મુલાકાત પર વડાપ્રધાન અહીં બંને દેશો વચ્ચે પૂર્વી ઇકોનોમિક ફોરમ (ઇઇએફ) અને 20 મી વાર્ષિક સમિટમાં ભાગ લેશે.

રશિયા પહોંચતા જ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'રશિયાની સુદૂર પૂર્વની રાજધાની વ્લાદિવોસ્તોક પહોંચી ગયા છીએ. આ ટૂંકી પરંતુ મહત્વપૂર્ણ મુસાફરીમાં વિવિધ કાર્યક્રમોમાં સામેલ થવાની અપેક્ષા છે.

(2:05 pm IST)