Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

વિલય નહિ પ્રલય

મર્જર મામલે બેંક ઓફિસે યુનિયનની કાલે દિલ્હીમાં બેઠક

મર્જરના વિરોધમાં ભાવિ રણનીતિ ઘડાશે : બેંકોનુ મહા વિલય ૧લી એપ્રિલ ૨૦૨૦થી અમલી બનશે

નવી દિલ્હી તા.૦૪: દેશમાં ૧૦ બેંકોના વિલયના એલાન બાદ હવે તેની તૈયારી શરૂ થઇ ગઇ છે. સરકાર ૧લી એપ્રીલ ૨૦૨૦થી અમલ શરૂ કરવા વિચારે છે.

ઈન્ડિયન બેંકે કહ્યુ છે કે અલ્હાબાદ બેંંકમાં પણ મર્જર ૩૧ માર્ચ ૨૦૨૦ સુધીમાં પુરૂ થઇ જશે. અને મુંબઇમાં આ બેંકો બંધ છે જેમા વિલયને લગતી ચર્ચા થશે.

સરકારે ૧૦ બેંન્કોના પરસ્પર મર્જરની ગયા સપ્તાહે કરેલી જાહેરાતના વિરોધમાં વિવિધ બેન્કોના ઓફિસર્સ એસોસિએશનોની ૫ સપ્ટેમ્બરે રાજધાની દિલ્હીમાં બેઠક મળશે. જેમા ભાવિ પગલા વિશે વિચારણા થશે. ઓલ ઈન્ડિયા આંધ્ર બેંક ઓફિસર્સ એસોસિએશનના એક ટોચના અધિકારીએ મંગળવારે આ માહિતી આપી હતી.

અધિકારીએ કહ્યુ હતુ કે ઓલ ઈન્ડિયા ઓફિસર્સ કન્ફેડરેશનની એકિઝકયુટીવ કમિટીની ૫ સપ્ટેમ્બરે  દિલ્હીમાં બેઠક મળશે. તમામ બેન્ક ઓફિસર્સ એસોસિએશનોના મહામંત્રીઓ તેમાં હાજર રહેશે અને મર્જરના વિરોધમાં ભાવિ રણનતિ નક્કી કરશે.

હૈદરાબાદની આંધ્ર બેન્કને આ મર્જરને કારણે નુકશાન થાય તેવી ભીતી છે. આ બેંન્કની સ્થાપના જાણીતા સ્વાતંત્ર્ય  સેનાની ડો. ભોગરાજુ પટ્ટાભી સીતારામૈયાએ કરી હતી. ૧૯૨૩માં સ્થપાયેલી આ બેન્કે તે વર્ષે ૧ લાખ રૂપિયાની ઓથોરાઇઝડ કેપિટલ અને ૧૦ લાખ રૂપિયાની ઓથોરાઇઝડ કેપીટલ સાથે કામગીરી શરૂ કરી હતી. હાલમાં તેની ૨૯૦૦ બ્રાન્ચ છે અને ૨૧,૦૦૦ કર્મચારીઓ છે. તેમાં ૧૧,૦૦૦ ઓફિસર છે.

દરમિયાન બેન્કિંગ સેકટરના નવ ટ્રેડ યુનિયનોના બનેલા સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (યુએફબીયુ)ની પણ ૧૧ સપ્ટેમ્બરે મીટીંગ મળશે અને મર્જરના વિરોધમાં ભાવિ પગલા જાહેર થશે.

(11:19 am IST)